ફાઇઝરને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે. સાથે જ વહેલી તકે મોર્ડના કંપનીની વેક્સિન પણ ભારતને મળી શકે છે. અમેરિકાની ફાર્મા કંપની ફાઇઝરની વેક્સીનને લઇને ભારત સરકારની સાથે વાતચીત ચાલી રહી છે. આશા છે કે વહેલી તકે આ ડીલ ફાઇનલ થઇ જશે અને ચાલુ વર્ષે ત્રીજા ત્રિમાસીક ગાળામાં ભારતને ફાઇઝર વેક્સિનના પાંચ કરોડ ડોઝ મળી જશે.એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ભારત સરકાર અને વેક્સિન નિર્માતા કંપનીની વચ્ચે ઘણા તબક્કાની વાતચીત થઇ ચુકી છે. અખબારનો દાવો છે કે હવે વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. તાજેતરમાં જ ફાઇઝરના ચેરમેન અને સીઇઓ અલ્બર્ટ બૂર્લાએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે કંપની પોતાની વેક્સિનને ભારતમાં વહેલી તકે ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકારની સાથે વાતચીત કરી રહી છે કે જેથી તેને ઝડપથી મંજૂરી મળી શકે છે.દેશમાં કોરોનાના કુલ 3 લાખ 26 હજાર 98 કેસ સામે આવ્યા છે. તો કોરોનાથી કુલ 3 હજાર 890 લોકોનું મોત નિપજ્યું છે. યુનિયન હેલ્થ મિન્સ્ટ્રીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2 કરોડ 43 લાખ 72 હજાર 907 પર પહોંચી છે. તો 2 કરોડ 4 લાખ 32 હજાર 898 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. દેશભરમાં કોરોનાથી મૃત્યુ આંક 2 લાખ 66 હજાર 207 થયો છે. હાલમાં ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 36 લાખ 73 હજાર 802 થઇ છે. દેશમાં કુલ 18 કરોડ 4 લાખ 57 હજાર 579 લોકોને વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
