સ્પેનના પ્રખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોનું નામ પેઇન્ટિંગની દુનિયામાં ખૂબ આદર સાથે લેવામાં આવે છે. તેમના પેઇન્ટિંગ કરોડના ભાવે હરાજીમાં વેચાય છે. ફરી એકવાર પિકાસોની પેઇન્ટિંગે હરાજીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમની પેઇન્ટિંગ 700 કરોડ રૂપિયાથી વધુના ભાવે વેચાણી છે. અમેરિકાના ન્યૂયોર્કમાં પિકાસોની ‘મેરી થ્રીજ’ નામનું પ્રખ્યાત પેઇન્ટિંગની બોલી લગાવાઈ હતી.આ પેઇન્ટિંગને પિકાસો દ્વારા 1932 માં બનાવવામાં આવ્યું હતું. લગભગ 90 વર્ષ પછી જ્યારે આ પેઇન્ટિંગ પ્રેક્ષકોની સામે મૂકવામાં આવ્યું ત્યારે તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. હકિકતે પેઇન્ટિંગની 90 મિલિયન ડોલરમાં હરાજી કરવામાં આવી હતી, પરંતુ તેના પર ટેક્સ અને અન્ય ખર્ચ મેળવતાં કુલ કિંમત વધીને 103.4 મિલિયન ડોલર એટલે કે 700 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ આ પેઇન્ટિંગની બોલી લગાવવામાં કોઈ વિલંબ થયો ન હતો અને લોકોએ ઝડપથી તેની કિંમત નક્કી કરી દીધી હતી. માત્ર 19 મિનિટમાં, પિકાસોના પેઇન્ટિંગ 103.4 મિલિયનમાં વેચાઇ ગયું.
દુનિયાભરમાં પ્રખ્યાત, પિકાસોનો જન્મ 1881 માં સ્પેનમાં થયો હતો. 1973 માં તેમનું અવસાન થયું. જ્યારે મોટાભાગના વિસ્તારોમાં મહામારીને કારણે મંદીનો સામનો કરવો પડી રહ્યો છે અને બજાર બંધ જેવી હાલતમાં ચાલી રહ્યા છે ત્યારે પિકાસોની પેઇન્ટિંગ્સનું વેચાણ 700 કરોડમાં વેચાયું તે જ સાબિત કરે છે કે તેનું કલાક્ષેત્રમાં કેટલું મોટું નામ છે. આ પેઇન્ટિંગની થીમ વિશે વાત કરવામાં આવે તો, તેમાં એક છોકરી બારીની બાજુમાં બેઠેલી જોવા મળે છે. આઠ વર્ષ પહેલાં આ જ પેઈન્ટિંગ લંડનમાં 44.8 મિલિયનમાં હરાજીમાં વેચાયું હતું. હવે તેની હરાજી ડબલ કરતા વધુ કિંમતે કરવામાં આવી છે. અત્યાર સુધી, પિકાસોની પાંચ પેઇન્ટિંગ્સ 100 કરોડથી વધુ કિંમતમાં વેચાયા છે. પિકાસોની પેઇન્ટિંગ્સ વિશ્વની હરાજીમાં ટોચ પર છે. છેલ્લાં બે વર્ષમાં આ બીજી વખત એવું થયું છે જ્યારે પિકાસોની પેઇન્ટિંગ્સ 100 કરોડથી વધુના ભાવે વેચાઇ છે. તમને જણાવી દઇએ કે સ્પેનના પાબ્લો પિકાસોની કેટલાય પેઇન્ટિંગ્સ ખૂબ પ્રખ્યાત અને વિવાદાસ્પદ રહ્યા છે. પિકાસો બાળપણથી જ પેઇન્ટિંગ બ્રશ હાથમાં લઈ લીધું હતું. માત્ર 15 વર્ષની ઉંમરે તે આકર્ષક ચિત્રો બનાવીને દરેકને આશ્ચર્યચકિત કરતો હતો. માનવીય અત્યાચાર પર બનાવાયેલા પિકાસોના ઘણા પેઇન્ટિંગ્સ વિશ્વમાં ખૂબ પ્રખ્યાત થઈ છે.