રાજ્યમાં કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા કર્ફ્યૂની સમય મર્યાદામાં વધારો થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર હજી 7 દિવસ કરફ્યુ લંબાવી શકે છે. એટલે કે સરકાર 25 મેં સુધી કર્ફયૂ લંબાવવાની વિચારણા કરી રહી છે. તો બીજી તરફ કરફ્યૂ હટાવવા માટે 5 જિલ્લાના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. ત્યારે સરકાર સાંજ સુધીમાં કર્ફ્યૂ અંગે કોર કમિટની બેઠક બાદ નિર્ણય લઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજયના અન્ય શહેરોમાં લાગેલા આંશિક લોકડાઉનના કારણે નાના વેપારીઓના ધધો રોજગાર બંધ છે. તેવામાં સરકાર નાના વેપારીઓને ધધા રોજગાર કરવાની છૂટ આપી શકે તેવી શકયતા છે.કોરોનાની સ્થિતિને લઈને થયેલી સુઓમોટો અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ.જેમાં રાજ્ય સરકારે કોરોનાને લઈને ગામડામાં સ્થિતિ ખરાબ હોવાનુ સ્વીકાર્યુ છે.કોર્ટે ગામડાની સ્થિતિને લઈને સાચી માહિતી આપો.અને ગામડામાં થતી સારવારમાં સુવિધાઓનો અભાવ છે. તેવી ટકોર પણ કરી રહી છે.હજી પણ ગામડાના લોકો કોરોના ટેસ્ટ માટે ડરી રહ્યા છે.ત્યારે સરકારે કોરોના ટેસ્ટિંગમાં જાગૃતિ અભિયાન માટે શું કર્યુ તેવો સવાલ કોર્ટે પૂછ્યો છે.
ગુજરાતના કયા જિલ્લામાં કોરોનાના વધુ કેસ-મૃત્યુ?
જિલ્લો કેસ મૃત્યુ
- અમદાવાદ ૨,૨૭૮ ૧૩
- વડોદરા ૮૮૨ ૦૭
- સુરત ૭૦૫ ૧૨
- રાજકોટ ૫૩૫ ૦૭
- જુનાગઢ ૪૧૧ ૦૯
- જામનગર ૩૧૯ ૦૭
- ભાવનગર ૨૬૯ ૦૩
- આણંદ ૨૨૩ ૦૧
- પંચમહાલ ૧૯૫ ૦૦
- ગાંધીનગર ૧૯૪ ૦૨