વિવિધ રોગની સારવારમાં દરરોજ એસિડિટીની ગોળી લેતાં લોકોએ ચેતવાની જરૂર છે, કારણ કે અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીનો પેટના દર્દી પર થયેલા સ્ટડી મુજબ, દિવસમાં એકવાર એસિડિટીની (પીપીઆઈ ગ્રૂપ- પ્રોટોન પમ્પ ઇન્હિબીટર્સ)ની દવા લેતા લોકોને કોરોના થવાનું જોખમ બેથી ત્રણ ગણું વધુ છે, જેની સામે એચ-2 બ્લોકર ગ્રૂપની દવા લેવા લેતાં લોકોમાં કોવિડ ઇન્ફેકશનનું જોખમ ઓછું જોવા મળ્યું છે. એપોલો હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ વિભાગ જણાવે છે કે, વિવિધ રોગોની સારવારમાં અપાતી દવા સાથે એસિડિટીની દવાનો ઉપયોગ વધ્યો છે. હોસ્પિટલમાં દાખલ થતી દરેક ત્રીજા વ્યક્તિ એસિડિટીની દવા લેતી હોય છે. અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના એક સ્ટડીમાં 53 હજાર લોકોને પેટને લગતી સમસ્યા, એસિડિટીની દવા અને કોવિડના રિપોર્ટ અંગે પૂછવામાં આવ્યું હતું, જેમાંથી મોટાભાગના લોકો એસિડિટીની દવા દિવસમાં એકથી બે વાર લેતા હતા. 3386 (6.4 ટકા) લોકોએ કોવિડ રિપોર્ટ પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. આથી દિવસમાં બે વાર દવા લેતા હોય તેમણે એકવાર લેવી જોઇએ તેમ જ પીપીઆઈ ગ્રૂપની દવાને બદલે એચ-2 બ્લોકર દવા લેવી જોઇએ, જેનાથી કોવીડ ઇન્ફેકશનની સંભાવના ઓછી છે.
