દક્ષિણ ગુજરાતમાં નવસારી માં ભારે પવન અને વરસાદ ની સ્થિતિ વચ્ચે તંત્ર સ્ટેન્ડ બાય છે તો વલસાડ જિલ્લામાં પણ વરસાદ અને પવન ને કારણે તિથલ બીચ ઉપર આવેલ સ્ટોલ તૂટી ગયા હતા અને ભારે પવન ફૂંકાતા લોકો ને દરિયા કિનારે નહિ જવા અપીલ કરાઈ છે અને નજીક ના લોકો ને સલામતી ના કારણોસર ખસેડી લેવાયા છે,વલસાડ જિલ્લા માં તાઉ-તે વાવાઝોડાને ધ્યાને લઇ જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ દ્વારા વલસાડ તાલુકાના 29 ગામોના 1067 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પારડી તાલુકાના 06 ગામોમાં 561 લોકોને , ઉમરગામ તાલુકાના 11 ગામોના 789 લોકો મળી કુલ 39 ગામોના લોકો ને કુલ 83 આશ્રયસ્થાનોમાં 1096 સ્ત્રી અને 958 પુરુષ તથા 363 બાળકો મળી 2417 લોકોનું સલામત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાવાઝોડા દરમિયાન બચાવ રાહત કામગીરી માટે NDRFની બે ટીમ ઉમરગામ અને વલસાડ ખાતે તૈનાત કરાઇ છે.વાવાઝોડા દરમિયાન ઝાડ પડવા કે અન્ય કોઇ ઘટના બાબતે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ સતત કાર્યરત છે. જેથી તેનો સંપર્ક નંબર 02632-243238 ઉપર સંપર્ક કરવા જિલ્લા કલેક્ટરે જણાવાયું છે. આમ વલસાડ માં તંત્ર સ્ટેન્ડબાય છે.
