હૈદરાબાદમાં રહેતા નારકુતિ દીપ્થિને માઈક્રોસોફટ દ્વારા બે કરોડના પેકેજ પર નોકરીની ઓફર કરવામાં આવી છે. નારકુટિની માઈક્રોસોફટ દ્વારા સોફ્ટવેર એન્જિનિયર તરીકે પસંદગી કરવામાં આવી છે. તે કંપનીના યુએસએ સ્થિત સિએટલ મુખ્યાલયમાં જોડાશે. દિપ્થી ને 300 લોકોની કેમ્પસ સિલેક્શનમાં પસંદ કરવામાં આવી હતી, જ્યાં તેને સૌથી ઊંચા વાર્ષિક પેકેજની ઓફર કરવામાં આવી હતી. કેમ્પસ ઇન્ટરવ્યૂ ફ્લોરિડા યુનિવર્સિટી ખાતે યોજાયું હતું.દિપ્થીએ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાથી પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ એમએસ કમ્પ્યુટર 2 મેએ પૂર્ણ કર્યું હતું. અભ્યાસ પૂરો થયાના 15 દિવસમાં જ તેને આ મોટા પેકેજની ઓફર મળી. મળતી માહિતી મુજબ આ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં ઘણી કંપનીઓએ ભાગ લીધો હતો. દિપ્થિને માત્ર માઇક્રોસોફ્ટ દ્વારા જ નહીં પરંતુ એમેઝોન અને ગોલ્ડમેન સૈચેથી પણ જોબ ઓફ મળી હતી. માઇક્રોસોફ્ટમાં દીપ્થિની સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્જિનિયર માટે પસંદગી કરવામાં આવી છે જ્યાં તે ગ્રેડ 2 કેટેગરીમાં છે. દિપ્તી 17 મેથી સીએટલમાં જોઈન કરવાનું છે જ્યાં માઈક્રોસોફ્ટનું હેડ ક્વાર્ટર છે. દિપ્થિના પિતા ડો.વેંકન્ના, હૈદરાબાદ પોલીસ કમિશનરેટમાં ફોરેન્સિક નિષ્ણાત તરીકે કાર્યરત છે. દિપ્થી માટે આ પહેલીવાર નથી જ્યારે તે કોઈ મોટી કંપનીમાં કામ કરશે.
હૈદરાબાદની કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી બીટેક કર્યા પછી પણ દિપ્થી સોફ્ટવેર એન્જિનિયર તરીકે જેપી મોર્ગન કંપનીમાં જોડાઈ હતી. અહીં ત્રણ વર્ષ કામ કર્યા પછી, તેણે આગળ અભ્યાસ માટે નોકરી છોડી દીધી. તેને એક સ્કોલરશીપ મળી જે પછી તે તેના એમએસ કમ્પ્યુટરનો અભ્યાસ કરવા માટે યુ.એસ. ગઈ. જણાવી દઈએ કે એપ્રિલમાં, માઇક્રોસોફ્ટે ઉત્તર પ્રદેશના નોઈડામાં સૌથી મોટી ડીલ કરી છે. આ સોદા હેઠળ માઇક્રોસોફ્ટે નોએડા ઓથોરિટી પાસેથી સેક્ટર -145 માં 60 હજાર ચોરસમીટર જમીન ખરીદી છે. આ જમીનની કિંમત લગભગ 103 કરોડ છે. જે માઇક્રોસોફ્ટનો ભારતમાં સૌથી મોટો પ્રોજેક્ટ થશે. એનાથી નોઈડા સહિત એનસીઆર ક્ષેત્ર સોફ્ટવેર હબ તરીકે વિકસિત થશે. માઇક્રોસોફ્ટ આઇટી અને આઇટી સક્ષમ સેવાઓનો ઉપયોગ કરશે. બતાવાઈ રહ્યું છે કે, નોઇડામાં રોકાણની આ વાત કેટલાય દિવસોથી ચાલી રહી હતી. નોઇડા સેક્ટર 145 માં, પ્લોટ એ -1 અને એ -2 ની કુલ 60000 ચોરસ મીટર જમીન માઇક્રોસોફ્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામે 103.66 કરોડ રૂપિયામાં ખરીદી થઈછે. આટલું જ નહીં, એ -4 પ્લોટનો ઉપયોગ આઈટી / આઇટીઇએસના ઉપયોગ માટે કરવામાં આવશે. તેની 11683 ચોરસ મીટર જમીન 24.63 કરોડમાં સોદો થયો છે. આ જમીન મેસર્સ શિવ એજ્યુકેશન કમિટીના નામ પર રાખવામાં આવી છે, જેનો ઉપયોગ સિનિયર સેકન્ડરી સ્કૂલ માટે થશે.