ગુજરાતમાં Tauktae ની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં વાવાઝોડું અથડાયા પહેલાં જ તેની અસરો જોવા મળી રહી છે. ભારે પવનને લઈને હમણાં જ નર્મદામાં બનેલા કેવડિયા રેલવે સ્ટેશનની છત ક્ષતિગ્રસ્ત થઈ છે. હાલમાં જ શરૂ કરેલાઆ રેલવે સ્ટેશનમાં ઝડપી પવનની સામે કમજોર સાબિત થતા ગયા છે. સ્ટેશન ક્ષતિગ્રસ્ત થયાના વિડિયો પણ સામે આવ્યા છે.કેવડિયા સ્ટેશની છત કેટલીય જગ્યાએથી તૂટી ગઈ છે. કેવડિયા દેશનું પહેલું ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટવાળું રેલવે સ્ટેશન છે. જ્યારે આ સ્ટેશનનું લોકાર્પણ થયું ત્યારે જણાવાયું હતું કે આ સ્ટેશન મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ કરાયું છે. સ્ટેચ્યુઓફ યુનિટીમાં પ્રવાસનનો વેગ મળે તે માટે આ સ્ટેશનની શરૂઆત કરાઈ હતી. પરંતુ હવે ચક્રવાતી તોફાન વચ્ચે નિર્માણ કેટલી મજબૂતીથી થયું હશે તેના પર સવાલ ઉભા થઈ રહ્યા છે.હાલમાં ગુજરાતમાં કચ્છ પ્રદેશમાં ચક્રવાતી તોફાનની તબાહીની આશંકાથી પ્રશાસન એલર્ટ મોડ પર છે. સાથે જ તટીય વિસ્તારોમાં માછીમારોને સુરક્ષિત સ્થાને ખસેડ્યા છે. ગુજરાત તોફાન પહોંચતા 155થી 165 કિમીની ઝડપે પવન ચાલી શકે છે. સુરત અને અમદાવાદ એરપોર્ટ બંધ કરી દેવાયા છે.
