તાઉ-તે વાવાઝોડાના કારણે બાગાયતી અને ખેતીના પાકને નુકસાન થયુ છે..ત્યારે પાકને થયેલા નુકશાનને લઈને કૃષિ વિભાગ સર્વે હાથ ધરશે..કેરી-કેળા-પપૈયાની ખેતીમાં 70 ટકા નુકશાન થયાની સંભાવના છે..આ નુકશાનીના સર્વે માટે કૃષિ વિભાગે જેત જિલ્લાના બાગાયતી અને ખેતીવાડી અધિકારીને જવાબદારી સોંપી છે..ડીઝાસ્ટર એક્ટ હેઠળ 20 હજાર રૂપિયા વળતર ચુકવવાની જોગવાઈ છે.. 33 ટકાથી વધુ નુક્સાન થયું હોય તો જ વળતર આપવાની જોગવાઈ છે.સુરતમાં બાગાયતી પાકને 300 કરોડનું નુકસાન થયુ છે. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે ડાંગરનો પાક નિષ્ફળ ગયો. જેથી ખેડૂતોની ચિંતા પણ વધી છે. સુરતના અલથાણ વિસ્તારમાં પતરાનો શેડ ઉડયો હતો..શ્યામ રેસિડેન્સીનો પતરાનો શેડ ઉડીને બાજુના ફ્લેટમાં પડયો હતો..જો કે કોઇ જાન હાની થઇ નહોતી.અમદાવાદના હિમાલયા મોલ તરફ જવાના રસ્તે ભુવો પડ્યો છે….તો બીજીતરફ નિકોલમાં ટ્રાફિક સિગ્નલ પડતા રહી ગયુ.. ભારે પવનના કારણે નિકોલ ખાતેના ટ્રાફિક સિગ્નલ પડતા બચી ગયુ હતું. સુરતના કાપોદ્રા વિસ્તારમાં બીજા માળે લગાવેલો શેડ ધરાશાયી થઇ ગયો.. જાહેર માર્ગ પર શેડ પર પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.ભરૂચમાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના પતરા ઉડી ગયા. ભારે પવનથી પતરા ઉડીને નીચે પડયા હતા…પતરા ઉડતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. જો કે સદનસીબે કોઈ જાન હાની થઇ નહોતી. અમરેલીની શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યું, સમગ્ર જીલ્લામાં ભારે વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ હતી..અમરેલી તાલુકાના ગામોમાં ભારે ખાના ખરાબી થઇ હતી…તો ખેતરોમા લહેરાતા ઉભા પાકનો પણ સોથ વળી ગયો હતો.
રાજુલા શહેરની મેઈન બજારમાં વાવાઝોડાએ તબાહી સર્જી, રાજુલાના મેઈન બજાર વિસ્તારમાં મોટો શેડ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો. દુકાનોના પતરા અને દિવાલો પણ ધરાશાયી થઈ હતી..શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વીજપોલ પડવાને કારણે રસ્તાઓ બંધ થઇ ગયા હતા. રાજુલાના હિંડોરણ રોડ પર પેટ્રોલ પંપનું છાપરું ઉડી ગયું. ભારે પવનથી ખાનગી શોરૂમના કાચ પણ તૂટી ગયા. રાજુલા શહેરના મુખ્ય માર્ગો પરના વૃક્ષો ધરાશાયી થતા માર્ગો બંધ થઇ ગયા હતા..સાથે જ વીજપોલ પણ ભોંય ભેગા થઇ ગયા હતા..પાર્કિંગમાં પાર્ક કરેલી કાર પણ વૃક્ષ નીચે દબાઇ ગઇ હતી. ખાંભામાં ધોધમાર વરસાદ પડ્યો.. જેથી ગોકુલપરા વિસ્તારમાં કાચું મકાન ધરાશાયી થયુ. તો કેટલાક મકાનના પતરા પણ ઉડ્યા હતા. ભારે વરસાદના કારણે ધાતરવડી નદીમાં પણ ઘોડાપુર આવ્યું. ખાંભા સહિત ગ્રામ્ય વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયુ. અમદાવાદના ખોખરા વોર્ડમાં આવેલી મ્યુનિસિપલ સ્લમ ક્વાટર્સના બ્લોક નંબર બેની બાલ્કની ધરાશાયી થઈ… મકાનનો કેટલોક ભાગ પણ જર્જરિત બનીને તૂટીને નીચે પડ્યો છે…જર્જરિત થયેલા સ્લમ ક્વાટર્સના બ્લોકમાં લોકો ભયના ઓથાર હેઠળ રહેવા માટે મજબૂર બન્યા છે. જૂનાગઢમાં પણ ખેતીના ઉભા પાકનો સોથ વળી ગયો છે..ખેડૂતો માટે મહામુલો પાક જમીન દોસ્ત બની ગયો છે..અને તેનાથી ખેડૂતોને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે…જૂનાગઢ અને ગીર સોમનાથમાં મોટી સંખ્યામાં કેરીનો પાક ખતમ થયો છે. નવસારીમાં ભારે પવનથી પચાસ ટકા કેરીને નુકશાન થયુ છે.માર્કેટમાં વેચાણ અર્થે આવેલી કેરીનું કોરોનાને કારણે માર્કેટ બંધ હોવાથી ખેડૂતોને નુકશાન વેઠવવાનો વારો આવ્યો છે.