નિયમિત સેક્સ કરવાથી મહિલાઓને કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે. એક સ્ટડીમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ થી ચાર અઠવાડિયા સુધી સતત નિયમિતરૂપે સેક્સ કરવામાં આવે તો કિડની સ્ટોનની સમસ્યાથી સંપૂર્ણપણે છૂટકારો મેળવી શકાય છે અને સ્ટોન તમારા શરીરમાંથી બહાર નીકળી જશે ઘણી વખત દર્દીઓને કિડની સ્ટોનના ઈલાજ માટે પથરીના ઓપરેશનનું અથવા શોકવેવ થેરપી કરવાનું જણાવવામાં આવે છે. પરંતુ હવે એક્સપર્ટ્સનું માનવું છે કે સેક્સ અને ઓર્ગેઝમને કારણે શરીરમાંથી જે કેમિકલ નીકળે છે તેનાથી સ્ટોનને બહાર આવવામાં મદદ મળે છે. રિસર્ચમાં 70 જેટલી મહિલાઓને સામેલ કરવામાં આવી હતી, જેઓ કિડની સ્ટોનની બીમારીથી હેરાન હતી. તેમાંથી 50 ટકા જેટલી મહિલાઓને એક મહિલા સુધી અઠવાડિયામાં 3 થી 4 વખત સેક્સ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. બાકીની મહિલાઓને સેક્સ ન કરવા માટેનું કહ્યું હતું. બે અઠવાડિયા પછી જોવામાં આવ્યું હતું કે, જે મહિલાઓએ નિયમિત સેક્સ કર્યું હતું તેમાંથઈ 80 ટકા મહિલાઓની કિડની સ્ટોનની સમસ્યા દૂર થઈ ગઈ હતી. જ્યારે જે મહિલાઓને સેક્સ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું, તેમાંની માત્ર 51 ટકા જેટલી મહિલાઓની સમસ્યા સારી થઈ હતી.
