મધ્યપ્રદેશમાં એક સાસંદ કોરોના કેન્દ્ર પર ગયા હતા. ત્યાંના ટોયલેટ જોયા તો એટલા ગંદા હતા કે ઊભું પણ ન રહેવાય. સાંસદે તો પોતે જ ગ્લોવ્સ પહેર્યા અને જ્યાં સુધી ટોયલેટ ચકાચક ન થયું ત્યાં સુધી સાફ કર્યું. મધ્યપ્રદેશના રીવા બેઠકના સાંસદ જર્નાદન મિશ્રાની તેઓ સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે તેઓ જ્યાં પણ જાય ત્યાં ગંદકી દેખાય તો પોતે સાફ કરવા લાગે છે. હાલમાં જ તેઓ મઉગંજ વિસ્તારના કુંજબિહારી કોરોના કેર સેન્ટર પર ગયા હતા તેમણે ત્યાં બીજી બધી વ્યવસ્થાઓ જોયા પછી સીધા ટોયલેટમાં પહોંચી ગયા. ટોયલેટમાં એટલી ગંદગી હતી કે કોઇ બીમાર વ્યક્તિ જાય તો વધુ બીમાર થઇ જાય. સાંસદને આ ખૂબ જ ખરાબ લાગ્યું. પહેલા તો તેમણે સ્ટાફને ખખડાવ્યો અને પછી પહેર્યા ગ્લોવ્સને ટોયલેટની સફાઇ કરવા લાગ્યા. ત્યાં હાજર સ્ટાફની તો હાલત એવી થઇ કે શું કરે અને શું ન કરે. પરંતુ કોઇ સરકારી બાબુએ તો હિેંમત ન કરી તેમને મદદ કરવાની કારણ કે તે કોવિડ સેન્ટર હતું. પરંતુ ભાજપના કેટલા કાર્યકરોએ પાણી લાવીને તેમને મદદ કરી. મિશ્રાજીને તો એવી ધૂન લાગી હતી કે તેમણે સતત મિનિટો સુધી ટોયલેટ સાફ કર્યે જ રાખ્યું. ટાઇલ્સ કાળી પડી ગઇ હતી. તે જ્યાં સુધી સફેદ ન થઇ ત્યાં સુધી તે સાફ કરતા જ રહ્યા.
