કોરોના મહામારીના આ સમયમાં સંક્રમણથી બચવા માટે ડૉક્ટરો વહેલી તકે વેક્સીન લેવાની સલાહ આપી રહ્યા છે. એવામાં એક સવાલ મનમાં ઉઠે છે કે શું ગર્ભવતી મહિલાઓ માટે કોરોના વેક્સીન લેવી સુરક્ષિત છે અને શું તેના ગર્ભમાં ઉછરી રહેલા સંતાન પર કોઈ પણ અસર પડી શકે છે? હવે લાંબા રિસર્ચ બાદ તેનો જવાબ મળી ગયો છે. રિસર્ચ બાદ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસની વેક્સીન ગર્ભવતી મહિલાઓ માટે પૂરી રીતે સુરક્ષિત છે. રિસર્ચ અને પરીક્ષણોના સ્પષ્ટ આંકડાઓ બાદ ડૉક્ટરોએ કોરોના વેક્સીનને માતાઓથી લઈને તેના જન્મેલા બાળકો સુધી સુરક્ષિત જોયા અને કહ્યું છે કે તેને લેવામાં કોઈ જાતનું જોખમ નથી. આ રિસર્ચને કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં એક મુખ્ય પગલું માનવામાં આવી રહ્યું છે. અહીં સુધી કે આ વાતના પણ પ્રમાણ મળ્યા છે કે જો કોઈ મહિલા વેક્સીનેશન કરાવે છે અને તે ભવિષ્યમાં માતા બને છે તો કોરોના વાયરસ વિરુદ્ધ તેનો ફાયદો થનારા બાળકોને પણ થશે. જોકે કોરોના વાયરસ વિરુદ્ધ પ્રતિરક્ષા ભ્રૂણ સુધી પહોંચાડી દે છે. એટલે વ્યાપક રૂપે ગર્ભવતી મહિલાઓને વેક્સીન લગાવ્યા બાદ એ વાયરસ વિરુદ્ધ પ્રતિરોધ સાથે બાળકોની એક નવી પેઢીનો જન્મ થશે. નવેમ્બરમાં Pfizer એ જાહેરાત કરનારી પહેલી કંપની બની ગઈ હતી કે તેમની વેક્સીન કોરોના વાયરસ વિરુદ્ધ પ્રભાવી છે. પરંતુ કંપનીએ એમ પણ કહ્યું હતું કે તેનું અત્યાર સુધી ગર્ભવતી મહિલાઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું નથી.
