વૈશ્વિક કોરોના મહામારીને કારણે હજારો લોકો સંક્રમિત થયા છે અને સેંકડોએ જાનથી હાથ ધોયા છે. હાલના સમયમાં કોરોનની કોઈ દવા શોધાઈ નથી. ત્યારે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ અને વેક્સિન કોરોના સામેની લડતમાં મજબૂત હથિયાર માનવામાં આવી રહ્યાં છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિનને હાલમાં માન્યતાપ્રાપ્ત અપાઈ છે. દેશમાં દરેક નાગરિકને વેક્સિનની જરૂર છે ત્યારે ઉત્પાદન વધારવા પર ભાર અપાઈ રહ્યો છે. હવે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનનું ઉત્પાદન અંકલેશ્વરમાં થવા જઈ રહ્યું છે. ભારત બાયોટેકના કો-ફાઉન્ડર અને જેએમડી સૂચિત્રા એલ્લાએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે અંકલેશ્વરસ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccines માં ઉત્પાદન શરૂ કરશે. જૂનના પહેલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ થઈ શકે છે, જ્યારે ટૂંક સમયમાં કંપનીની બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે.

In this undated photo issued by the University of Oxford, a researcher in a laboratory at the Jenner Institute in Oxford, England, works on the coronavirus vaccine developed by AstraZeneca and Oxford University. Pharmaceutical company AstraZeneca said Monday Nov. 23, 2020, that late-stage trials showed its coronavirus vaccine was up to 90% effective, giving public health officials hope they may soon have access to a vaccine that is cheaper and easier to distribute than some of its rivals. (University of Oxford/John Cairns via AP)