કોરોના મહામારીમાં અનેક કપલના વેડિંગ પ્લાન પર પાણી ફરી વળ્યાં છે. મહિનાઓથી મેરેજની તૈયારી કરી રહેલાં કપલને તેમના મેરેજ સિમ્પલ રીતે કે પછી પોસ્ટપોન કરવા પડ્યાં છે. આ કપરા સમયમાં પણ અનેક દુલ્હા-દુલ્હન જુગાડ કરીને લગ્નના તાંતણે બંધાઈ રહ્યાં છે. હાલ તામિલનાડુના એક કપલના મેરેજના ફોટો વાઈરલ થતાં તેમણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ દુલ્હા-દુલ્હને 23 મેના રોજ નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં પ્લેનમાં લગ્ન કર્યા છે. 130 મહેમાનનો RT-PCR ટેસ્ટ કર્યા પછી જ પ્લેનમાં જવાની પરવાનગી આપવામાં આવી હતી. રાકેશ અને દિક્ષના મદુરાઈનાં રહેવાસી છે. તેમણે મદુરાઈથી થુઠુકુડી જવા માટે ચાર્ટર ફ્લાઈટ ભાડે બુક કરાવી હતી. રાકેશ અને દિક્ષનાના પ્લેન વેડિંગનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેનમાં છલોછલ મહેમાન દેખાઈ રહ્યા છે.
