કરદાતા માટે રાહતજનક સમાચાર છે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ Tax Deducted at Source (TDS) ને ફાઇલ કરવાની ડેડલાઇન વધારીને 30 જૂન કરી દીધી છે. પહેલા તેની અંતિમ તારીખ 31મે 2021 હતી. તેની પહેલા કોરોના મહામારીની બીદી લહેરને ધ્યાનમાં લેતા ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) દાખલ કરવાની ડેડલાઇનને વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હતી.
Form-16 માટે પણ મળી રાહત
Income Tax department તરફથી જારી કરવામાં આવેલા સર્ક્યુલર અનુસાર TDS ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારવા ઉપરાંત CBDT એ Form-16 જારી થવાની તારીખ પણ 15 જૂન 2021થી વધારીને 15 જુલાઇ 2021 કરી દીધી છે. આ ઇંડિવિઝુઅલ ટેક્સપેયર્સ અને આ બિઝનેસમેન બંને માટે મોટી રાહતની ખબર છે. કારણ કે કોરોના સંકટમાં કંપનીઓને સમય પર કંપ્લાયંસનું કામ પતાવવુ પડકારજનક બની રહ્યું હતું.
કોરોના મહામારીના પગલે બિઝનેસ અને ટેક્સપેયર્સ સામે અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થઇ છે. નાના ઉદ્યોગપતિઓના ઉદ્યોગો ઠપ્પ પડ્યાં છે તેથી પૈસા નથી, પરિવારના સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ છે, લોકડાઉનના પગલે ક્યાંય બહાર નીકળવુ પણ શક્ય નથી. તેવામીં બિઝનેસ માટે કંપ્લાયંસ મુશ્કેલ છે. આ નિર્ણયના પગલે બિઝનેસને હવે કંપ્લાયંસ માટે વધુ સમય મળી શકશે અને વધેલી ડેડલાઇન પર તે પોતાનું કામ પુરુ કરી શકશે તથા પેનલ્ટીઝ, લેટ ફીસથી પણ બચાવ થશે. TDS ફાઇલ કરવામાં ઘણાં રેકોર્ડ્સ અને ડેટાને યોગ્ય રીતે રિપોર્ટ કરવાના હોય છે. તારીખ વધવાથી તેમાં રાહત મળશે.
સરકારે તેની પહેલા ટેક્સપેયર્સને Income Tax Returns ભરવાની અંતિમ તારીખ વધારીને મોટી રાહત આપી હતી. સરકારે અસેસેમેંટ યર 2020-21ના વ્યક્તિગત આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમયસીમા બે મહિના વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરી દેવામાં આવી હતી, પહેલા આ ડેડલાઇન 31 જુલાઇ 2021 હતી. આ ઉપરાંત ઇનકમ ટેક્સ ઓડિટ (Income for Tax Audit Assesses)ની અંતિમ તારીખ પણ 31 ઓક્ટોબર 2021થી વધારીને 30 નવેમ્બર 2021 કરવામાં આવી છે.
જણાવી દઇએ કે એવા ટેક્સપેયર્સ જેમના એકાઉન્ટને ઓડિટ કરવાની જરૂર નથી અને જે ITR-1 અથવા ITR-4 દ્વારા પોતાની ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે તેમના માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ હોય છે પરંતુ એવી કંપનીઓ અથવા ફર્મ જેના એકાઉન્ટ્સનું ઓડિટ થાય છે, તેમના માટે ITR ફાઇલ કરવાની ડેડલાઇન 31 ઓક્ટોબર હોય છે.