કોરોના મહામારી દરમિયાન ખાદ્યતેલોના ભાવમાં બેફામ બમણો વધારો થયો અને લોકોને ઘર ખર્ચ ચલાવવુ ભારે પડી રહ્યુ છે. જો કે ખાદ્યતેલોના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે અસરકારક પગલાં ભરવા મજબૂર બની છે. જો કેટલાંક પગલાંઓ લેવામાં આવે તો લોકોને સસ્તુ ખાદ્યતેલ મળી શકે છે.
કેન્દ્ર સરકારે રાજ્યો સહીત તમામ ભાગીદારો પાસે ખાદ્યતેલોમાં મોંઘવારી પર કાબુ મેળવવા તત્કાલ રૂપથી પગલા ભરવા કહ્યું છે. ખાદ્ય તેલોના બેકાબુ થઇ ગયેલા ભાવ માટે કેન્દ્રીય ઉપભોક્તા મામલાના મંત્રાલયે તમામ ભાગીદારો સાથે બેઠક કરી. બેઠક અંગે ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું કે, ભાગીદારો પાસે મળેલ સૂચનો ઉપભોક્તા સુધી વાજબી ભાવમાં ખાદ્ય તેલ પહોંચાડવામાં કેન્દ્ર સરકારના પ્રયાસોમાં ખુબ મદદ રૂપ સાબિત થશે. સૂત્રો અનુસાર જીએસટી હટાવવાથી લઇ શેર માર્કેટમાં એના વાયદા કારોબાર પર રોક લગાવવા સુધીના સૂચનો છે
સોમવારે થયેલ બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ સૂચનોમાં એક એ હતું કે ખાદ્ય તેલોના તત્કાલીન સ્ટોકની સ્થિતિ જાણવાની જવાબદારી બેંકો અને સીમા શુક્લ વિભાગને સોંપવામાં આવે. એનું કારણ એ છે કે કારોબારીઓને લોન લેવા માટે બેંકોએ માત્રા અને એના ભંડારણ લોકેશનની જાણકારી આપવી પડશે.
એવામાં બેંકોને સરળતાથી જાણ થતી રહે છે કે એમનો ભંડાર ક્યાં ક્યાં થઇ રહ્યો છે. પછી, એક અન્યં મહત્વપૂર્ણ સૂચન એ હતું કે ખાદ્ય તેલ પર વાયદા કારોબાર તત્કાલ બંધ કરવામાં આવે અને માત્ર ઉપલબ્ધ કરારની મંજૂરી આપવામાં આવે. જો આવું કરવું સંભવ નહિ હોય તો ભાવ પર સર્કિટ સીમા ચાર ટકા ઘટાડી બે ટકા કરી દેવામાં આવે. એનો ફાયદો એ હશે કે કમોડિટી બજારમાં એના ભાવ સાથે ચેડાં બંધ થઇ જશે.
બેઠકમાં સામેલ એક અધિકારીએ કહ્યું કે આવાં સૂચનો વિવિધ ભાગીદારો તરફથી આવ્યા છે, તેઓ ખાદ્યતેલોની ગેર-વાજબી ફુગાવાની સમસ્યાને કાયમ માટે સમાપ્ત કરી શકે છે. ઉદાહરણ તરીકે, એક સૂચન આવ્યું કે ખાદ્યતેલો પરની કસ્ટમ્સ ડ્યુટી ડાયનામિક હોવી જોઈએ. આનો અર્થ એ છે કે જ્યારે વિદેશી બજારોમાં ખાદ્યતેલોની કિંમતોમાં વધારો થાય છે, ત્યારે કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવી જોઈએ અને જ્યારે ત્યાં કિંમતોમાં ઘટાડો થાય છે ત્યારે કસ્ટમ્સ ડ્યુટી વધારવી જોઈએ. આ જરૂરીયાત સમયે અને જરૂરી માત્રામાં ઘરેલુ બજારમાં તેલની આયાતની ખાતરી કરશે.