સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા વીડિયો જોવા મળે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આજકાલ લોકો પોતાના દિવસનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર પસાર કરે છે. તેવામાં તે અનેક પ્રકારના મજેદાર વીડિયો શેર કરે છે અને જોવે પમ છે. હવે વાત કરીએ તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોની તો ઘણીવાર કોલ્ડ ડ્રિંકની બોટલનું ઢાકણું ખોલવામાં પરસેવો છૂટી જાય છે પરંતુ અહીં તો મધમાખીઓએ પણ બોટલનું ઢાકણ ખોલી નાંખ્યુ. બે નાની મધમાખીઓને સોડાની બોટલનું ઢાકણ ખોલતા જોવી ખૂબ જ સરપ્રાઇઝિંગ છે. ચોક્કસપણે તમે આવો કોઇ વીડિયો પહેલા નહીં જોયો હોય, 11 સેકેન્ડના આ વાયરલ વીડિયોમાં સોડા બોટલના ઢાકણ પર બે મધમાખીઓ બેઠેલી નજરે આવી રહી છે.
આ બંનેએ ગણતરીની સેકેન્ડમાં બોટલનું ઢાકણ ખોલી નાંખ્યુ. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો જોઇ ચુક્યા છે. આ વાયરલ વીડિયો Buitengebieden નામના ટિવિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ટીમ વર્કનું ગજબ ઉદાહરણ જોવા મળી રહ્યું છે. આ ટ્વીટર એકાઉન્ટ પર આ પ્રકારના મજેદાર વીડિયો ખૂબ જ શેર કરવામાં આવે છે. લોકોને આ પ્રકારના વીડિયો ખૂબ જ પસંદ આવે છે. આ વાયરલ વીડિયોને 4,256 યુઝર્સ રીટ્વીટ કરી ચુક્યા છે અને 17 હજારથી વધુ લોકોએ તેને લાઇક કર્યો છે. તેના પર લોકો એકથી એક કમેન્ટ કરી રહ્યાં છે. સૌકોઇને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તમામ મધમાખીઓના ટીમ વર્કના ખૂબ જ વખાણ કરી રહ્યાં છે.