મ્યાનમારના મંદિરમાં સાપની હાજરીને પેગોડાની “શક્તિનો સંકેત” માનવામાં આવે છે. સ્થાનિક લોકો તેને સાંપોનું મંદિર કહે છે.મ્યાનમારના યાંગોન શહેરમાં તળાવની મધ્યમાં આવેલા આ મંદિરને અજગરોએ પ્રખ્યાત બનાવ્યું છે. મંદિરના ફ્લોર પરથી લઈને બારીઓ ઉપર અજગર લટકતા દેખાય છે. સ્થાનિકોએ તેને “સાપ વાળું મંદિર” કહેવાનું શરૂ કર્યું છે. મંદિરનું નામ બુંગદોગ્યોક પેગોડા છે. મંદિરમાં રહેતી સાનદાર થેરી કહે છે, “લોકો માને છે કે તેમની માનતાઓ અહીં પૂર્ણ થાય છે.” થેરી અનુસાર, “નિયમ પણ છે કે ભક્તો ફક્ત એકજ માનતા માંગી શકે છે, એક કરતા વધારે ઇચ્છા વ્યક્ત કરવી તે સારું નથી.” અહીંની પ્રચલિત વાર્તાઓ અનુસાર, એકવાર ગૌતમ બુદ્ધ એક ઝાડ નીચે ધ્યાન પર બેઠા. પછી વરસાદ શરૂ થયો અને તે સમયે એક અજગરે તેનું ફેણ ફેલાવીને બુદ્ધના માથા ઉપર છત આપી. સ્થાનિકોનું માનવું છે કે જો તેઓ મંદિરમાં સાપ લાવશે તો તેઓને પુણ્ય પ્રાપ્ત કરશે. આ મંદિરના મુખ્ય સભાખંડમાં, બુદ્ધની પ્રતિમા પાસે ઝાડ છે. આ અજગર આ ઝાડની ડાળીઓ પર ઝૂલતા રહે છે, ભક્તો તેમને જુએ છે અને તેમની પૂજા કરે છે અને માથું ઝુકાવે છે. અહીં આવતા લોકોને આ અજગરનો ડર નથી, તેના બદલે કેટલાક તેમની હાજરીને પેગોડાની “શક્તિનો સંકેત” માને છે. દક્ષિણપૂર્વ એશિયન દેશોના મંદિરોમાં સાપને વિશેષ મહત્વ આપવામાં આવે છે. હિન્દુ અને બૌદ્ધ મંદિરોમાં માત્ર સાપ જ નહીં પરંતુ ઘણા અન્ય પ્રાણીઓની પણ પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં પથ્થરોમાં સાપની આકૃતિઓ પણ કોતરવામાં આવી છે.
