વલસાડ SOG એ ધરમપુર નજીક આવેલા લાકડમાળ ગામે ગેરકાયદે બાયોડિઝલ બનાવી ગુજરાત સહિત બહાર ના રાજ્યો માં ગેરકાયદે સપ્લાય કરવાના ગોરખધંધા નો પર્દાફાશ કરી આ કૌભાંડ માં સામેલ બે ઈસમો ની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે બે ઈસમો ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
વિગતો મુજબ બાતમી ના આધારે એસઓજી ની ટીમ ધરમપુર વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતી તે દરમિયાન નાનીવહિયાળ ફાટક પાસે થી પસાર થઈ રહેલા ટેન્કર નંબર- GJ – 12 – AT – 8408 ને અટકાવી ટેન્કરમાં ભરેલ પ્રવાહી અંગે ચાલક ને પુછપરછ કરી ટેન્કરમાં ભરેલ માલ અંગેનું બિલ પરમિટ માંગતા ટેન્કર ચાલક સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો અને ટેન્કરમાં ભરેલ પ્રવાહિ બાયોડિઝલ હોવાનું જણાવતા પોલીસે આ બાયોડિઝલ ક્યાંથી ભર્યું તે અંગે પૂછપરછ કરતા તેણે આ બાયોડિઝલ લાકડમાળ ગામ માં આવેલા ગુંજનભાઇ ભેસાણીયા ના શેડ ઉપર થી ભરાવ્યું હોવાનું જણાવતા પોલીસે ડ્રાયવરને સાથે રાખી શેડવાળી જગ્યાએ તપાસ કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા કારણ કે અહીં રાસાયણીક પ્રક્રિયા કરી બાયોડિઝલ બનાવવા માટેની અલગ અલગ પ્રકારની મશીનરી અને સાધન – સામગ્રી પડેલ હતી . જેથી આ સ્થળે હાજર કિશાન રોલડીયા નામના ઈસમ ની વધુ પુછપરછ કરતા તેણે આ શેડ તેમના મિત્ર ગુંજનભાઇ ભેસાઢીયાનો હોવાનું જણાવ્યુ હતું પોલીસે આ જગ્યાએ આ પ્રકાર ના બાયોડિઝલ બનાવવા અંગેના કોઇ સત્તાધિકારીના પાસ / પરમિટની માંગણી કરતા પોતાની પાસે નહિ હોવાનું જણાવતા અહીં આ રીતે ગેર કાયદેસર બાયો ડિઝલ બનાવવા અને વેચાણ કરવાના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ થયો હતો. દરમિયાન વધુ પ્રાથમિક તપાસ માં આ સ્થળ ઉપર ગુંજનભાઇ ભેસાણીયા તેમના મિત્ર ઈમરાન મેમણ પાસેથી ટેન્કરો મારફતે બેઝ ઓઇલ મંગાવી અમુક પ્રકારના ફિલ્ટર મશીનો દ્વારા પ્રોસેસ કરી ગેર કાયદેસર રીતે બાયોડીઝલ તૈયાર કરી ગુજરાત તથા અન્ય રાજયોમાં ગેર કાયદેસર રીતે બાયોડિઝવનું વેચાણ કરતા હોવાનું ખુલતા તમામ આરોપીઓ ની વિરૂધ ધરમપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી
મોહનભાઇ મગનભાઈ પરમાર અને કિસનકુમાર હરજીભાઈ શેલડીયા ની ધરપકડ કરી હતી જ્યારે ગુંજનભાઈ જીતુભાઇ ભેસાણીયા અને ઇમરાનભાઈ મેમણ ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે આ સ્થળ ઉપર થી જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી તથા એસીડીક પ્રવાહી કુલ્લે ૩૧,૮૩૫ લીટર કિં . રૂ ૧૧,૨૨ , ૬,૩ પ તેમજ ર ક્રીમ કલરનો કેમીકલયુક્ત ધન પાઉડર ૧૭૫ કિલો તેમજ ટેન્કર કિંમત રૂ .૧૦,૦૦,૦૦૦ સહિત અલગ અલગ પ્રકારના ફિલ્ટર તથા હિંટીંગ મશીન નંગ -૦૫ કિંમત રૂ .૧૦,૫૦,૦૦૦ / ( પ ) લોખંડના ટાંકા નગ -૦૩ કિંમત 3 , oooooo / ( ૬ ) જનરેટર મશીન તથા ઇલેકટ્રીક મોટર નંગ -૦૪ કિંમત રૂ .૨,૫,૭૦૭ / ( ૭ ) મોબાઇલ નંગ ૧૨ કિંમત ૧૦,૦૦૦ / – મળી કુલ્લે રૂ.૩૭,૨૨,૮૮૫ નાા મત્તા નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
