અહેવાલ છે કે મેહુલ ચોક્સીને નોર્થ અમેરિકા ના ડોમિનિકામાં શોધી કાઢવામાં આવ્યો છે ત્યાંની પોલીસે તેને કસ્ટડીમાં લીધી છે અને હવે ડોમિનીકા વહીવટીતંત્રનો પણ એન્ટિગુઆ પોલીસ વતી સંપર્ક કરવામાં આવ્યો છે. ચોક્સી છેલ્લા કેટલાક દિવસોથી એન્ટિગુઆથી ગાયબ હતો. પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડમાં આરોપી અને ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે પરંતુ હવે ડોમિનિકા પોલીસે તેને પકડી લીધો છે અને ટૂંક સમયમાં તેને એન્ટિગુઆ પોલીસને સોંપવામાં આવી શકે છે.
