દરેક વ્યક્તિની સરકારી નોકરી મેળવવાની ઇચ્છા હોય છે કારણ કે તેમાં ઉંચા પગારની સાથે ઘણા બધા ભથ્થાઓ મળતા હોય છે. સરકારી નોકરી મેળવવાની ઇચ્છા રાખનાર લોકો માટે એક સારી તક આવી છે.
LIC જીવન વીમા નિગમએ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (HFL) માં અનેક પદો પર ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત પસંદ કરવામાં આવેલા ઉમેદવારો વાર્ષિક 9 લાખ વેતન પ્રાપ્ત કરી શકશે. આ ભરતી અંતર્ગત એસોસિએટની 6 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
મહત્વની તારીખો…
ઓનલાઇન અરજી કરવાની તારીખ – 24 મે 2021
ઓનલાઇન અરજીની અંતિમ તારીખ – 7 જૂન 2021
વેતન
આ 6 પદો પર પસંદ કરવામાં આવેલા ઉમેદવારોનું પે-સ્કેલ વાર્ષિક રૂપિયા 6થી 9 લાખ સુધીનું હશે.
યોગ્યતા
જીવન વીમા નિગમ (LIC) ના હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (HFL) માં નીકળેલી આ ભરતી માટે ઉમેદવાર પાસે કોઇ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી દ્વારા સોશિયલ વર્ક અથવા તો રૂરલ મેનેજમેન્ટમાં 55 ટકા માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી હોવી અત્યંત જરૂરી છે.
ઉંમરની સીમા અને અરજી ફી
આ ભરતી માટે ઉંમરની મર્યાદા 23 વર્ષથી લઇને 30 વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારો સુધીની રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 લી જાન્યુઆરી 2021 સુધીની ઉંમરના આધારે ગણવામાં આવશે. આ ભરતી માટે કોઇ પણ પ્રકારની ફી નથી રાખવામાં આવી.
પસંદગીની પ્રક્રિયા
જીવન વીમા નિગમની આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઇન પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે થશે.