ટેટીને ઉનાળાની ઋતુનો શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. તેના કારણે જ તેનું ખૂબ વેચાણ થાય છે. આ વર્ષે જાપાનના ઉત્તર હોક્કાઇડોમાં આ ટેટીની હરાજી કરવામાં આવી, જ્યા ટેટીની આટલી મોટી બોલી લાગી કે વિશ્વના લોકો શોક થઇ ગયા.એક રિપોર્ટ મુજબ યૂબારી નામથી પ્રખ્યાત બે ટેટીને 27 લાખ યેન (18,19,712 લાખ)માં ખરીદ્યો. આ હરાજીના આયોજનકર્તાએ જણાવ્યું કે સમાન આકારના આ યૂબારી ટેટી તેની શાનદાર ગુણવત્તા અને સ્વાદ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જાપાનમાં આ ફળને સન્માન સાથે જોડી જોવામાં આવે છે. તેથી ત્યાના ખેડૂત ફળના આકાર અને તેની સુંદરતાના લઇ ખૂબ જ સજાગ રહે છે. સારા ભાવ માટે ટેટીને ઘણા માપદંડમાંથી પસાર થવાનું હોય છે. ટેટીની આ ખાસ પ્રકારને યૂબારી કિંગના નામથી ઓળખવામાં આવે છે, તેનું ઉત્પાદન જાપાનના યૂબારી વિસ્તારમાં થાય છે.
