કોરોનાનો કેર હજીય યથાવત છે, પરંતુ તેના વચ્ચે બ્લેક ફંગસે જોખમ વધારી દીધુ છે. દેશમાં બ્લેક ફંગસના અત્યાર સુધી કુલ 11 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. સૌથી વધુ અસર ગુજરતમાં દેખાઇ રહી છે, અહીં 2800થી વધુ કેસ, જ્યારે મહારાષ્ટ્રમાં અંદાજે 2700 અને આન્ધ્ર પ્રદેશમાં પણ અંદાજે 700 દર્દી બ્લેક ફંગસની ઝપટમાં આવી ગયા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ બ્લેક ફંગસના 620 દર્દી છે.બ્લેક ફંગસના વધી રહેલા કેસો વચ્ચે ઇન્જેક્શનની ભારે અછત સર્જાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્ફોટેરિસિન ઇન્જેક્શનને કોઇ પણ જગ્યાએથી ઉપલબ્ધ કરાવવાના આદેશ આપ્યા છે. ત્યારબાદ આરોગ્ય વિભાગે ઘણા દેશો સાથે સંપર્ક કર્યો. સમાચાર મુજબ અમેરિકા સ્થિતિ ગિલિયડ સાઇન્સ બોર્ડ ભારતમાં રસી સપ્લાયને આગળ વધારશે.અમેરિકા પાસેથી અત્યાર સુધી એમ્ફોટેરિસિન ઇન્જેક્શનના 1,21,000થી વધુ ડોઝ ભારત પહોંચી ચુક્યા છે. અન્ય 85,000 ડોઝ આવી રહ્યા છે. ઉલ્લેખનય છે કે અમેરિકાની કંપની અંદાજે 1 મિલિયન ડોઝ ઉપલબ્ધ કરાવશે. આ પ્રકારે બીજા દેશો સાથે પણ સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. સરકારના પ્રયાસ છે કે બ્લેક ફંગસ સામેની લડાઈમાં દવા અને ઇન્જેક્શનની અછત ના સર્જાય.બીજી તરફ બ્લેક ફંગસની સારવા માટે વર્ધામાં જેનેટેક લાઈફ સાઇન્સે એમ્ફોટેરિસિન ઇન્જેક્શન તૈયાર કરી લીધા છે. અત્યાર સુધી ભારતમાં એક જ કંપની તેનું ઉત્પાદન કરતી હતી. સોમવારથી આ ઇન્જેક્શનની વહેંચણી શરૂ થશે અને તેની કિંમત 1200 રૂપિયા હશે. અત્યારે આ ઇન્જેક્શન 7 હજાર રૂપિયા સુધીમાં મળે છે.
