કોરોનાને વકરાવવામાં રાજકારણીઓની ચૂંટણી સભાઓ જવાબદાર છે એ દીવા જેવી ચોખ્ખી વાત છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના તમામ નેતાઓએ સત્તાલાલસા માટે કોરોનાની ચિંતા બાજુ પર મૂકીને કરેલી જંગી સભાઓ અને રેલીઓના કારણે કોરોના બેફામ વધ્યો પણ આ નેતાઓ સામે પગલાં લેવાની વાત તો છોડો પણ બોલવાની પણ કોઈની હિંમત નથી ત્યારે કર્ણાટક હાઈકોર્ટે એ હિંમત બતાવી છે.કર્ણાટકમાં બેલગાવી લોકસભાની પેટાચૂંટણી માટે શાહે ૧૭ જાન્યુઆરીએ ડિસ્ટ્રિક્ટ સ્ટેડિયમમાં જંગી સભા કરી હતી. કર્ણાટકમાં ભાજપની સરકાર છે તેથી પોલીસે માત્ર ૨૦ હજારનો દંડ કરતાં હાઈકોર્ટમાં અરજી થઈ હતી.કર્ણાટકમાં બેલગાવી લોકસભાની પેટાચૂંટણી માટે શાહે ૧૭ જાન્યુઆરીએ ડિસ્ટ્રિક્ટ સ્ટેડિયમમાં જંગી સભા કરી હતી. કર્ણાટકમાં ભાજપની સરકાર છે તેથી પોલીસે માત્ર ૨૦ હજારનો દંડ કરતાં હાઈકોર્ટમાં અરજી થઈ હતી.
