અમેઝોનના સીઈઓ જેફ બેઝોસે તેમના પદ પરથી રાજીનામુ આપવાની તારીખની જાહેરાત કરી દીધી છે. તેમણે જણાવ્યું કે તે 5 જુલાઈ 2021ના રોજ સીઈઓના પદ પરથી રાજીનામુ આપશે. જેફ બેઝોસ પછી અમેઝોનના એક્ઝિક્યૂટીવ એન્ડી જેસી આ પદને સંભાળશે. ઉલ્લેખનીય છે કે આજથી 27 વર્ષ પહેલા જેફ બેઝોસે આ કંપનીની શરૂઆત ઇન્ટરનેટ પર કેટલીક પુસ્તક વેચવાની સાથે કરી હતી અને કંપનીને આ મુકામ પર પહોંચાડવામાં તેમની ખૂબ જ મોટી ભૂમિકા છે.
બેઝોસે બુધવારે આ અંદે જાણકારી આપતા જણાવ્યું કે મે આજથી 27 વર્ષ પહેલા 1994માં 5 જુલાઈના રોજ મારી કંપનીની સ્થાપના કરી હતી અને 5 જુલાઈ 2021ના રોજ હુ મારા પદ પરથી હટીશ.
ઉપરાંત તેમણે જણાવ્યું કે તેમના અન્ય વેન્ચર્સ જેવા કે બેઝોસ અર્થ ફંડ, Blue Origin સ્પેસ શિપ કંપની, અમેઝોન ડે વન ફંડ અને ધ વોશિંગટન પોસ્ટ પર ફોકસ કરવાની યોજના બનાવી રહ્યો છે.
ફેબ્રુઆરીમાં જેફ બેઝોસે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી કે તે એન્ડી જેસીને અમેઝોનના નવા સીઈઓ બનાવશે. ઉલ્લેખનીય છે કે જેસીએ વર્ષ 1997માં અમેઝોન સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. કંપનીની વેબસાઇટ મુજબ તેમણે હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યો છે. તેમણે અમેઝોન વેબ સર્વિસિઝની શરૂઆત કરી. પછી તેને ક્લાઉડ પ્લેટફોર્મનું સ્વરૂપ આપ્યુ, જેના લાખો યુઝર્સ છે. કંપનીએ એ નથી જણાવ્યું કે જેસીની જવાબદારી કોને સોંપવામાં આવશે.