ભારતમાં છેલ્લા સપ્તાહથી કોરોના વાયરસના સંક્રમણના નવા કેસોની સંખ્યા 2 લાખની આસપાસ નિયંત્રણમાં રહે છે. જો કે ઉંચો મૃત્યુદર હજી ચિંતાનો વિષય છે.
ભારતમાં ગુરુવારે સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 2.11 લાખ કેસો સામે આવ્યા છે. જે સાથે જ કુલ કેસોનો આંકડો 2.73 કરોડે પહોંચી ગયો છે. ફરી રીકવરી રેટ વધીને 90 ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ 24 કલાકમાં વધુ 3847 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3.15 લાખે પહોંચી ગયો છે.એક જ દિવસમાં કોરોનાના 21 લાખથી વધુ ટેસ્ટ કરાયા હતા. જે સાથે જ કુલ ટેસ્ટનો આંકડો 33.70 કરોડે પહોંચ્યો છે. એક્ટિવ કેસો હવે 24 લાખે આવી ગયા છે, અને કુલ સાજા થયેલાની સંખ્યા પણ વધીને હવે 2.45 કરોડે પહોંચી ગઇ છે.