કોરોના મહામારી દરમિયાન દેશમાં ખાદ્યતેલોના ભાવ બેફામ વધ્યા છે અને તેનાથી સામાન્ય લોકોને ઘર ખર્ચ ચલાવવુ મોંઘુ બની ગયુ છે. પામ તેલની રિટેલ કિંમત 138 રુપિયા પ્રતિ કિલોગ્રામ છે. એક વર્ષ પહેલા કિંમત 85 ટકા પ્રતિ કિંલો હતી. એટલે કે એક વર્ષમાં 62 ટકા વધી છે. પામ તેલના ભાવ વધારા પાછળ ઈન્ડોનેશિયા દ્વારા લગાવવામાં આવેલા ટ્રેક્સમાં અચાનક વધારો નોંધાયો છે.
ઈંન્ડોનેશિયાથી આયાત થનારી પામ આયલ પર હવે 400 ડૉલર પ્રતિ ટન ટેક્સ વસૂલી રહ્યુ છે. તેમણે પામ ઓઈલ પર નિર્યાત કરી એપ્રિલના 116 ડોલરથી વધીને 140 ડોલર પ્રતિ ટન કરી દીધો છે. એટલુ જ નહીં નિકાસ લેવી પણ 55 ડોલર પ્રટિ ટનથી વધીને 255 ડોલર કરી દીધી છે.
જો કે આપણે ત્યા જરુરીયાતના માત્ર 35 ટકા ખાદ્ય તેલનું ઉત્પાદન થાય છે અને 65 ટકા તેલ આયાત કરવામાં આવે છે. એટલા માટે ઘરેલુ બજારમાં તેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ પર નિર્ભર હોય છે. ભારતમાં પણ ઘરેલુ તેલ ઉત્પાદકોએ હિત સંકક્ષણ માટે પામ ઓઈલ પર કસ્ટમ ડ્યૂટી વધારીન 35 ટકા કરી દીધી. એટેલ આજે પામ તેલના ભાવ લગભગ 65 ટકા ભાગ ટેક્સનો છે.
પામ તેલના ભાવમાં બીજા ખાદ્ય તેલોના ભાવમાં અચાનક વધારો જોવા મળ્યો છે. સરસિયાનું તેલ આજે 180 રુ. પ્રતિ કિલો છે. ગત વર્ષે મે મહિનામાં આ 115 રુ. પ્રતિ કિલો હતુ. એટલે કે એક વર્ષમાં 65 રુપિયાનો વધારો. ગત મહિનામાં સરસો તેલની કિંમત 155 રુપિયા પ્રતિ કિલો હતો. એટેલે કે એક મહિનામાં 25 રુરિયા પ્રતિ કિલોનો વધારો નોંધાયો છે. આ મહિનામાં મગફળીના તેલમાં સરેરાશ ભાવ 175 રપિયા રહ્યો. વનસ્પતિની કિંમત 129 રુપિયા રહી. સોયાબિન તેલ 148 રુપિયા થયુ, સન્ફ્લાવરનું તેલ 170 રુપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયુ છે.
ભલે ખેડૂતોને ટામેટાના ભાવ 5 રુપિયા કિલો પણ નથી મળી રહ્યા. પરંતુ રિટેલ બજારોમાં ટામેટા 35 રુપિયા પ્રતિ કિલો છે. બટાકા 30 રુપિયા, ડુંગળી 40 રુપિયા પ્રતિ કિલો છે તો અન્ય શાકભાજી 70 રુપિયા કિલોથી 150 રુપિયા કિલો સુધી વેચાઈ રહ્યા છે. દાળ પણ 80 રુપિયા કિલોથી 210 રુપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે.