કોરોનાના કપરાકાળમાં લોકોને એકબાજૂ ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે, ત્યારે બીજી બાજૂ લખલૂંટ ખર્ચા કરીને મેયર શું સાબિત કરવા માગતા હશે. સુરતના મેયર અને સુરત મનપા હાલ વિવાદે ચડ્યા છે. એક બાજૂ મનપાની તિજોરી તળિયા ઝાટક થયેલી છે. ત્યારે આવક વધારવા માટે મનપા પોતાના પ્લોટ વેચાણ માટે કાઢ્યા છે. જો કે, આ આવક થાય કે ન થાય પણ મેયરને નવો બંગલો મળી ગયો છે.એક બાજૂ જનતા ટેક્સ ભરીને મરી રહી છે, જનતાને પુરતી સુવિધા પણ નથી મળતી, ત્યારે સુરતના મેયર આલિશાન બંગલામાં વૈભવી ઠાઠથી જીવન જીવતા હશે. 2017માં જ્યારે આ બંગલો બનાવવાનું નક્કી કર્યુ ત્યારે જ વિવાદ સામે આવ્યો હતો, જો કે હવે આ મહેલ બનીને તૈયાર થયો છે. ત્યારે હેમાલીબેન ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે.અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, 2017 બાદ મનપાની હાલત એકદમ કફોડી થતાં સોનાની લગડી જેવા પ્લોટ વેચવા કાઢ્યા હતા. કારણ કે મનપાની તિજોરી ખાલી થઈ ગઈ હતી. આવી સ્થિતીમાં પણ મેયર માટે બનાવવામાં આવેલા આ મહેલ જેવા આલિશાન મકાનમાં બે દિવસ પહેલા જ કુંભ ગઢ મુકી આવી હેમાલીબેનનો પરિવાર ચૂપચાપ રહેવા જતાં રહેતા વિવાદ ઉભો થયો છે.
એક બાજૂ આવકના ફાંફા પડી રહ્યા છે અને બીજી બાજૂ ઉઘના વિસ્તારમાં 8983 ચો.મીમાં, 5 કરોડના ખર્ચે બનેલો આ મહેલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.આ બંગલાની ચકાચોંધ જોશો તો આંખે અંધારા આવી જાય, વિચારવા મજબૂર બની જવાય કે, એક મેયર માટે આટલા લખલૂંટ ખરચા કરવાની શું જરૂર છે. આવા તો ગુજરાત સરકારના મંત્રીઓના પણ મકાન નહીં હોય, ત્યારે મેયર માટે આવા આલિસાન મકાન બનાવીને શું સાબિત કરવા માગતા હશે.મેયર હેમાલીબેનના બંગલામાં ઈન્ટીરીયર માટે સવા કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે. આ બંગ્લોમાં સિક્યુરિટી કેબિન, સર્વન્ટ ક્વાર્ટરપ્રાઇવેટ ઝોનમાં લિવિંગ રૂમ,ફોર્મલ ડાઇનિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. આ બંગલામાં માનસિક રીતે શાંતિ મળે તે માટે મેડિટેશન રૂમ પણ બનાવામાં આવ્યો છે.આ આલિશાન મહેલમાં પ્રથમ માળે 3 બેડરૂમ રાખ્યા છે.એક માસ્ટર બેડરૂમની પણ વ્યવસ્થા છે. જ્યારે સિક્યુરિટી માટે એક નહીં પણ પાંચ પાંચ પોઈન્ટ ગોઠવ્યા છે. આપને જાણીએ એ ખૂબ આંચકો લાગશે કે, આવા આલિશાન મહેલ માટે મેયરના ખિસ્સા નહીં પણ જનતાને ખિસ્સામાંથી આ રૂપિયા જવાના છે. જનતાએ પણ બસ નેતાઓના ખાલી તમાશા જોવાના છે, સુવિધા મળે કે ન મળે તે જનતાના નસીબ.