વલસાડ માં આજે વહેલી સવારે એક મહિલા નું ટેરેસ પર થી નીચે પટકાતા મોત થઈ જતા ભારે અરેરાટી ફેલાઈ ગઇ છે.
ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી
વિગતો મુજબ વલસાડ ના દાણા બજાર વિસ્તારમાં આવેલ વીલા એપાર્ટમેન્ટ ના ધાબા ઉપર મોર્નિંગ વોક કરી રહેલી મહિલા અચાનક નીચે પટકાયા હતા જેઓ ને ગંભીર ઇજાઓ થતા તેઓનુ કરૂણ મોત થયું હતું.
આ ઘટના ને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી.
બનાવ ની જાણ થતાં જ સિટી પોલીસ મથક નો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો, પ્રાથમિક તપાસ માં મહિલા ને ચક્કર આવતા નીચે પટકાયા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે આ ઘરના માં વધુ તપાસ હાથ ધરી છે.
