ભારત દેશમાં કોરોના મહામારીના કારણે લોહીની ઉણપ ને ભરવા અને લોકો ની મદદ કરવા માટે ભારત વિકાસ પરિષદ,સુરત મેઈનનાં અધ્યક્ષ રૂપિનભાઈ પચ્ચીગર સુરત નાં નાગરિકોને અપીલ કરતાં જણાવે છે કે કોરોના અને મ્યુકર – માઈકોસિસ જેવાં રોગચાળાનાં સમયમાં જનસામાન્યને રક્ત (લોહી) માટે ની જરુરીયાતમાં મદદરૂપ થવાનાં શુભ આશયથી રક્તદાન શિબિર નું
આયોજન કરવામાં આવેલ છે તો સેવાનાં આ ઉમદા કાર્યમાં પોતાનો સાથ સહકાર આપીને મોટી સંખ્યામાં નાગરિકો સહકાર આપે. આ રક્તદાન શિબિર તા. 30 મે 2021 ને રવિવારે સવારે 11 થી 1 બપોર સુધી સ્થળ :- સુરત રક્તદાન કેન્દ્ર, ખટોદરા, ચોસઠ જોગણીયો માતા મંદિર પાસે, ઉધના-મગદલ્લા રોડ, સુરત ખાતે રાખવામાં આવેલ છે.
