ટ્રમ્પે સીઝફાયર વચ્ચે ઈરાનને આપી દીધી ચેતવણી, જાણો શું કહ્યું અમેરિકી રાષ્ટ્રપતિએ?

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
4 Min Read

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: “કંઈક સારું થશે, નહીં તો અમેરિકા ફરી કરશે મિસાઈલ હુમલા!”

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એકવાર ઈરાનને કડક ચેતવણી આપી છે. સોમવાર (૨૭ જુલાઈ ૨૦૨૬) ના રોજ એક નિવેદનમાં ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું કે જો વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે ચાલી રહેલી કૂટનીતિક વાતચીત કોઈ પરિણામ પર નહીં પહોંચે, તો અમેરિકા ફરીથી સૈન્ય કાર્યવાહી કરવાથી પાછળ નહીં હટે. ટ્ર્મના આ આક્રમક વલણે મિડલ ઈસ્ટમાં ફરીથી તણાવની સ્થિતિ પેદા કરી દીધી છે.Donald Trump

વાતચીત ચાલુ, પરંતુ સમજૂતી પર શંકા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે સંપર્ક જળવાયેલો છે અને બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે કોઈ સમજૂતી પર પહોંચવાની સારી સંભાવના છે. જોકે, પોતાની ચેતવણીના અંદાજમાં તેમણે કહ્યું, “આમારી સારી વાતચીત થઈ રહી છે. મને લાગે છે કે કંઈક સારું થવાની સંભાવના છે અને જો આવું નહીં થાય, તો અમે એ જ કરીશું જે અમે બે દિવસ પહેલાં કરી રહ્યા હતા.”

- Advertisement -

ત્યારબાદ મિશિગનમાં આયોજિત એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પે ઈરાન પર તીખો હુમલો કર્યો. તેમણે બે ટેાક શબ્દોમાં કહ્યું કે ઈરાનને કોઈપણ પ્રકારની લાંચ આપીને કે લાલચો આપીને મનાવી શકાય નહીં. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી કે જો કૂટનીતિ નિષ્ફળ જશે, તો અમેરિકા ઈરાનને બુરી રીતે પરાજિત કરી દેશે.

સાઉદી અરેબિયા, જોર્ડન અને ઈરાકમાં ડ્રોન હુમલા

ટ્રમ્પના આ તીખા નિવેદનો એવા સમયે સામે આવ્યા છે જ્યારે સોમવારે જ સાઉદી અરેબિયા, જોર્ડન અને ઈરાકના વિવિધ હિસ્સાઓમાંથી ડ્રોન હુમલાના અહેવાલો સામે આવ્યા છે. આ હુમલાઓએ ક્ષેત્રની સુરક્ષા સામે સવાલિયા નિશાન ખડા કરી દીધા છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ શનિવારે જ ઈરાન સામે છેલ્લા બે અઠવાડિયાથી સતત ચાલી રહેલા પોતાના બોમ્બમારાના અભિયાન પર રોક લગાવી દીધી હતી. અમેરિકી મીડિયા રિપોર્ટ્સ અને એક વરિષ્ઠ અમેરિકી અધિકારીના જણાવ્યા અનુસાર, સૈન્ય કમાન્ડરોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સલાહ આપી હતી કે આ હુમલાઓથી જે રણનીતિક લક્ષ્યો હાંસલ કરી શકાતા હતા, તે લગભગ પૂરા થઈ ચૂક્યા છે, તેથી હવે સૈન્ય અભિયાનને વિરામ આપવો યોગ્ય રહેશે.

Donald Trumpગોળા-બારૂદની અછત પર શું બોલ્યા ટ્રમ્પ?

આ વચ્ચે, અમેરિકી સેનામાં હથિયારોના ભંડારને લઈને પણ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. રોયટર્સને જાણકારી આપતા એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને હવાઈ હુમલાઓમાં મોટા પાયે ઉપયોગ થયેલા ગોળા-બારૂદના ઓછા થવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા. તેમણે કહ્યું કે અમેરિકી સૈન્ય ભંડારમાં કોઈપણ પ્રકારની અછત નથી અને સ્ટોકને અત્યંત ઝડપથી ફરીથી ભરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પે એ પણ ઉમેર્યું કે તેઓ પોતાની સેના માટે વધુ અદ્યતન હથિયાર પ્રણાલીઓ તૈયાર કરવા ઈચ્છે છે.

- Advertisement -

તેહરાનનું વલણ: ‘વાતચીતની ભીખ નથી માગી’

બીજી બાજુ, ઈરાન તરફથી પણ આ સમગ્ર ઘટનાક્રમ પર પ્રતિક્રિયા સામે આવી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બધાઈએ સ્પષ્ટ કર્યું છે કે તેહરાને કૂટનીતિનો રસ્તો ક્યારેય નથી છોડ્યો અને વિવિધ મધ્યસ્થીઓ દ્વારા હજુ પણ વાતચીત ચાલુ છે.

જોકે, બધાઈએ તે મીડિયા રિપોર્ટ્સને સિરેથી ફગાવી દીધી જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈરાને અમેરિકા સાથે વાતચીત માટે કોઈ ભીખ કે અપીલ કરી છે. તેમણે કડક તેવર અનાવતા કહ્યું, “આ આપણા ડીએનએમાં નથી.” વળી, ઈરાનના એક અન્ય વરિષ્ઠ અધિકારીએ રોયટર્સને જણાવ્યું કે જ્યાં સુધી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ખુદ લાગુ કરવામાં આવેલું યુદ્ધવિરામ (સીઝફાયર) જારી રહેશે, ત્યાં સુધી ઈરાન તરફથી કોઈ હુમલો કરવામાં આવશે નહીં.

હાલમાં, બંને દેશો વચ્ચે કૂટનીતિના દરવાજા ખુલ્લા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ ટ્રમ્પની તાજી ધમકી અને મિડલ ઈસ્ટમાં ડ્રોન હુમલાના અહેવાલોએ અનિશ્ચિતતાનું વાતાવરણ જાળવી રાખ્યું છે.

Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.