કોરોનાની ત્રીજી લહેરના જોખખ વચ્ચે અત્યારે પણ 12માની પરીક્ષાની તારીખની રાહ જોવાઇ રહી છે. કાલે સુપ્રીમ કોર્ટમાં પરીક્ષા ટાળવાની અરજીની સુનાવણી દરમિયાન જરૂરી વાતો સામે આવી છે. તે એ છે કે શિક્ષણ વિભાગે ત્રણ પ્રપોઝલ તૈયાર કરી સરકાર પાસે મોકલ્યા છે, હવે પીએમઓની મહોર લાગવાની બાકી છે. જેમ પહેલા જ કહેવામાં આવ્યું હતુ કે આજ એટલે કે 1લી જૂને કેન્દ્રીય શિક્ષણમંત્રી પરીક્ષાની તારીખની જાહેરાત કરશે. તેના પહેલા જાણીએ શિક્ષણ વિભાગનાના ત્રણ પ્રપોઝલ વિશે…જ્યારે પ્લાન Bમાં કહેવામાં આવ્યું છે કે સીબીએસઈ બોર્ડ આ મુખ્ય વિષયોની પરીક્ષાઓ માટે 30 મિનિટનો સમય આપશે. આ પરીક્ષાઓમાં માત્ર ઓબ્જેક્ટિવ પ્રશ્ન જ હશે. પરીક્ષામાં વિષયોની સંખ્યા પણ નક્કી હશે, જોકે કહેવામાં આવી રહ્યુ છે કે રાજ્યોએ આ પ્રપોઝલ પર પોતાની સંમતિ નથી આપી.સીબીએસઈ બોર્ડની મદદથી તૈયાર કરવામાં આવેલા પ્લાન A મુજબ સરકાર 12માની પરીક્ષા માત્ર મુખ્ય વિષયો માટે આયોજિત કરશે. તેમાં વિજ્ઞાન, કોમર્સ અને આર્ટ્સના માત્ર 3 મુખ્ય વિષયોની પરીક્ષા યોજાશે. ત્યારબાદ પરિણામ તૈયાર કરવા માટે બાકીના વિષયો માટે માર્કિંગ ફોર્મુલા મુખ્ય વિષયોની પરીક્ષાના નંબરના આધારે તૈયાર કરાશે.
પ્લાન C મુજબ શિક્ષણ વિભાગે જણાવ્યું કે દેશના અનેક રાજ્યોમાં જો કોરોના સંક્રમણની સ્થિતિ સારી નથી થતી. એવામાં બોર્ડ બધી જગ્યાએ 9મા, 10મા અને 11મા ત્રણેયના ઇન્ટરનલ એસેસમેન્ટ કરે અને તેના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થાય. ત્યારબાદ તેના આધારે જ 12માનું પરિણામ જાહેર કરવામાં આવશે. પરંતુ એવુ લાગે છે કે સરકાર આ પ્લાનને લઇ વધારે વિચાર નથી કરી રહી કારણ કે મોટાભાગના નિષ્ણાંતોએ 12માની પરીક્ષા લેવાનું કહ્યું છે.
ઉપરાંત બોર્ડે પણ પરીક્ષા માટે એક ટેમ્પરેરી ટાઇમ ટેબલ તૈયાર કર્યો છે, તેના મુજબ પરીક્ષા બે તબક્કામાં 15 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી અને બીજા તબક્કામાં 6 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી પરીક્ષા યોજાશે.
સીબીએસઈએ એ પણ સૂચન આપ્યું છે કે જો વિદ્યાર્થી પરીક્ષાની શરૂઆતમાં કોઇ પણ પ્રકારે કોરોના સંબંધિત મુદ્દાના કારણે પરીક્ષામાં સામેલ થવામાં અસમર્થ છે, તો એવા વિદ્યાર્થીઓને સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2021 માટે અંદાજે 15 દિવસ પછી બીજો વિકલ્પ આપશે. તેના માટે વિદ્યાર્થીને કોવિડ-19 સંબંધિત સ્પષ્ટ સૂચના અને ડોક્યૂમેન્ટ બોર્ડ સામે રજૂ કરવાના રહેશે.ગત વર્ષની જેમ આ વર્ષે પણ સીબીએઈ બોર્ડ પરીક્ષા 2021 તમામ કોવિડ-19 સુરક્ષા પ્રોટોકોલ સાથે આયોજિત કરશે. પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગ અને અન્ય નિયમોનું પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વચ્ચે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનો એક મોટો વર્ગ સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2021ને રદ કરવાની માગ કરી રહ્યા છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા અને ભવિષ્ય બંને અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે.