આમ તો તમે એ,બી,ઓ,એબી….નેગેટિવ-પોઝિટિવ અનેક બ્લડ ગ્રુપ વિશે વાંચ્યુ અને સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે એક એવુ બ્લડ ગ્રુપ પણ છે જે દુનિયાભરમાં માત્ર ગણતરીના લોકો પાસે હોય છે. હકીકતમાં અમે જે બ્લડ ગ્રુપ વિશે વાત કરી રહ્યા છીએ જેને દુનિયાના સૌથી બ્લડ ગ્રુપ માનવામાં આવે છે.અમે વાત કરી રહ્યાં છીએ ગોલ્ડન બ્લડની જેનું અસલ નામ આરએચ નલ (Rh null) છે. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે સૌથી રેર હોવાના કારણે સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ તેને ગોલ્ડન બ્લડ નામ આપ્યું છે. રેયરેસ્ટ હોવા અને કોઇપણ બ્લડ ગ્રુપને ચડાવી શકાય તેવું હોવાથી આ બ્લડને ખૂબ જ કિંમતી માનવામાં આવે છે.તેવામાં લોહીના તમામ પ્રકારોમાંથી ગોલ્ડન બ્લડ કહેવામાં આવે છે. તેની સૌથી મોટી ખાસિયત એ જ છે કે તેમાં કોઇપણ પ્રકારનું એન્ટીજન મળી આવતુ નથી. એટલે કે લોહી કોઇપણ બ્લડ ગ્રુપને ચડાવવામાં આવે તો શરીર તેને સ્વીકારી લે છે. યૂએસ રેયર ડિસીઝ ઇન્ફોર્મેશન સેન્ટર અનુસાર ગોલ્ડન બ્લડ ગ્રુપ એન્ટીજનથી રહિત હોય છે તેથી જે લોકોના શરીરમાં આ લોહી હોય છે તેમને એનીમિયાની ફરિયાદ હોય છે. આ જ કારણે આવા લોકોની જાણ થતા જ ચિકિત્સક તેમને ડાયટ પર ખાસ ધ્યાન આપવા અને આયરન ધરાવતી વસ્તુઓ વધુ ખાવાની સલાહ આપે છે. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે એક રિસર્ચ અનુસાર આ અત્યાર સુધીમાં માત્ર 43 લોકોમાં જ મળી આવ્યું છે. તેમાં બ્રાઝીલ, કોલંબિયા, જાપાન, આયરલેન્ડ અને અમેરિકાના લોકો સામેલ છે.
