સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા અનાજ મેળવવા માટે રાશન કાર્ડની જરૂર પડે છે. રાશન કાર્ડ દસ્તાવેજની સાથે-સાથે ભારતીય નાગરિકો માટે ઓળખ માટેનું પ્રમાણ તરીકે કાર્ય કરે છે. વર્તમાન સમયમાં દેશભરમાં 80 કરોડથી વધુ લાભાર્થી સરકાર દ્વારા સસ્તા ભાવથી મળતા અનાજનો લાભ લઇ રહ્યા છે. રાશન કાર્ડ અનેક શ્રેણીઓમાં આવે છે, જે વ્યક્તિની કમાણી ક્ષમતા મુજબ જારી કરવામાં આવે છે. સાર્વજનિક વિતરણ પ્રણાલી (PDS) મુજબ તેનો ઉપયોગ ‘ઉચિત મૂલ્ય’ અથવા રાશનની દુકાનો અથવા જરૂરી વસ્તુઓની ખરીદી માટે કરી શકાય છે.
રાશન કાર્ડના પ્રકાર
- ગરીબી રેખાથી નીચે (BPL) રાશન કાર્ડ
- બીપીએલ વિનાના રાશન કાર્ડ
બીપીએલ રાશન કાર્ડ વાદળી/પીળા/લીલા/લાલ રંગમાં આવે છે, જેના પર ભોજન, ઈંધણ અને અન્ય વસ્તુઓ પર સબ્સિડી મળે છે. સફેદ રાશન કાર્ડ એ લોકો માટે છે, ગરીબી રેખાથી ઊપર છે.
કેવી રીતે અરજી કરવી?
રાશન કાર્ડ માટે અરજી કરવા માટે જુદી-જુદી વેબસાઇટ અને લિંક છે. જે-તે રાજ્યની વેબસાઇટ પર જઇ તમે રાશન કાર્ડ માટે અરજી કરી શકો છે. પોર્ટલ પર લોગિન કરો. એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરી તમામ વ્યક્તિગત જાણકારી ભરો. ડિટેલ ભર્યા પછી હવે તમામ પુરાવા અપલોડ કરો અને ‘ઓનલઇન અરજી કરો’ બટન પર ક્લિક કરો.