આપણે ઘણી વખત કોઈના વિશે એવું કહીએ છીએ કે, ‘પેલી વ્યક્તિ બહુ ક્રિએટિવ છે.’ આ વાતનો મતલબ એવો થાય છે તે વ્યક્તિનું આર્ટ અને કલા બીજી વ્યક્તિ કરતા ઘણાં અલગ હોય છે. પણ ક્રિએટિવ હોવાનો અર્થ એટલો જ નથી હોતો. ક્રિએટિવિટી હોવું તેની રચનાત્મક પરિભાષા ઘણી અળગ છે.
વ્યક્તિ ક્રિએટિવ કે રચનાત્મક છે કે નહીં તે તેના વિચારો પણ નિર્ભર કરે છે અને આવા વિચારો આપણી આસપાસ ઘણી વ્યક્તિના હોઈ શકે છે. પણ તમારે એ જાણવું હોય કે તમે કેટલા ક્રિએટિવ છો અથવા તમારી સામેવાળી વ્યક્તિ કેટલી ક્રિએટિવ છે તો અમે તમને રચનાત્મક લોકો વિશેની કેટલીક વાતો જણાવી રહ્યા છીએ.
રચનાત્મક લોકો સમયની પાછળ નથી ભાગતા.. તેઓ ઘડિયાળના સમય તરફ નથી જોતા. કામને યોગ્ય સમયમાં પૂર્ણ કરવું સારી વાત છે પણ ક્રિએટિવ લોકો પોતાની ઈચ્છા અને સમય પ્રમાણે કામ કરે છે. તેઓ સમયની પાછળ નથી ભાગતા.
ક્રિએટિવ વ્યક્તિના વિચારો એવા હોય છે જે દરેક વ્યક્તિને નથી સમજાતા. આ લોકો દુનિયાથી અલગ વિચારે છે.તેની ધૂનમાં જ મસ્ત રહે છે. ક્રિએટિવ વ્યક્તિની પોતાની એક અલગ જ દુનિયા હોય છે. તે પોતાના વિશ્વમાંજ ખોવાયેલા હોય છે ક્યારેક તો ભીડ માં એકલા રહેતા હોય તેવું અનુભવે છે
ભલે તેઓ લોકોની વચ્ચે પણ પોતાની દુનિયામાં ખોવાયેલા હોય, કોઈનું સાંભળતા ન હોય તેવું શોધમાં સાબિત થયું છે, પણ ક્રિએટિવ વિચારોવાળા લોકોને સરળતાથી ભટાકાવી શકાય છે. આસપાસના લોકોની વાતો, ગાડીનો અવાજ, પક્ષીઓનો કલરવ આ બધું તેમને ડિસ્ટર્બ કરે જ છે.