પાણી પીવાથી શરીરમાં નમી બનેલી રહે છે અને ત્વચા હેલ્દી અને રિફ્રેસ જોવા મળે છે. ગરમીઓના વાતાવરણમાં આપણે બધા વધુ પાણી પીતા હોઈએ છે. એ ઉપરાંત ડાઈટમાં અલગ-અલગ પ્રકારની ડ્રિન્ક લઈએ છે જેમાં આપણું શરીર હાઈડ્રેટેડ રહે છે. પરંતુ શું તમે જાણો છો જરૂરતથી વધુ પાણી સ્વાસ્થ્ય માટે નુકશાન કારક છે. ઉનાળામાં વધુ તરસ લાગે છે. તરફ મિટાવવા આપણે પાણી અથવા ડ્રિંક્સ પીતા હોઈએ છે. કોઈ પણ વસ્તુને જરૂરતથી વધુ ખાવાનું પીવાનું શરીર માટે ખતરનાક સાબિત થઇ શકે છે. એ જ રીતે જરૂરતથી વધુ પાણી સ્વાસ્થ્ય માટે ઝેરની જેમ કામ કરે છે અને એને વોટર ઈન્ટોક્સિકેશન અથવા વોટર પોઇઝનિંગ કહે છે. આ દરમિયાન બ્લડમાં ઓક્સિજન લેવલ વધી જાય છે. જેના કારણે મોતનો ખતરો વધી જાય છે.શરીરમાં પાણીની માત્રા વધવાથી સોડિયમમાં ઘટાડો થઇ જાય છે. આ જ કારણે થાક, માથાના દુખાવો, યુરિનલ આવવાના લક્ષણ જોવા મળે છે. એટલું જ નહિ સોડિયમની માત્રા ઓછી હોવાથી મગજ સાથે જોડાયેલા સમસ્યા થઇ શકે છે. વધુ પાણી પીવાથી સોડિયમની કમી હોવાના કારણે હાઇપોટ્રીમિયાનો ખતરો વધી ગયો છે. આ શરીરમાં પાણીની માત્રા નિયંત્રિત કરે છે. જરૂરતથી વધુ પાણી પીવાના કારણે ઓવરહાઇડ્રેશનની સમસ્યા થાય છે. એની અસર તમારી કિડની પર પડે છે. કિડની શરીરના પાણીને ફિલ્ટર કરવાનું કામ કરે છે, વધુ પાણી પીવાના કારણે કિડની પર પ્રભાવ પડે છે. અને કિડની ફેલ થવાનો ખતરો વધી જાય છે. વિશેષજ્ઞ મુજબ, કોઈ પણ વ્યક્તિએ પોતાના શરીરનું ઉમર, કામ અને વાતાવરણના હિસાબે પાણી પીવું જોઈએ. સ્વસ્થ રહેવા માટે 5થી 7 ગ્લાસ પાણી પીઓ. જમવાનામાં હાઇડ્રેટડ અને ફાઈબર વાળી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જો તમે વધુ ફાઈબર વાળી વસ્તુઓ ખાઓ છો તો વધુ પાણી પીઓ.
