મેક્સિકોના પુએબ્લા રાજ્યમાંથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. પુએબ્લા રાજ્યમાં એક એવી જગ્યા છે. સાંતા મારિયા જાકાટેપેક આ વિસ્તારમાં ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે, આ તમામની વચ્ચે એક ખેતરમાં વિશાળકાય ખાડો પડ્યો છે. આ ખાડો લગભગ 300 ફૂટનો છે અને 70 હજાર વર્ગમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જ્યારે પહેલી વાર આ ખાડો જોવા મળ્યો ત્યારે ફક્ત 15 ફૂટનો હતો, ત્યાર બાદ ધીમે ધીમે વિસ્તાર વધતો ગયો.ગત શનિવારે પહેલીવાર આ ખાડો દેખાયો હતો. પુએબ્લા રાજ્યના ગવર્નર મિગુએલ બારબોસા હુર્તાએ કહ્યુ હતું કે, સાંતા મારિયા જાકાટેપેક કસ્બામાં આવેલા ખાડો 20 મીટર ઊંડો છે અને 60 ફૂટ પહોળો છે. જે સતત વધી રહ્યો છે અને આજૂબાજૂના ઘરો માટે પણ ખતરો ઉભો કર્યો છે. ખાડાની બાજૂમાં રહેતા લોકોને અહીંથી હટાવી દેવામાં આવ્યા છે. તથા લોકોને આ ખાડાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. જો કે હજૂ સુધી કોઈ હતાહત થઈ હોય તેવા સમાચાર આવ્યા નથી.આ ખાડાની બાજૂમાં રહેતા લોકોનું કહેવુ છે કે, સવાર સવારમાં તોફાનના અવાજ જેવો અવાજ આવ્યો, આ ખાડાની અંદર પાણીના પરપોટા જોવા મળતા હતા. તેમને એ વાતનું પણ દુખ છે કે, તેમના ઘર ચપેટમાં આવ્યા અને તેમને અહીંથી દૂર જવુ પડશે.
