જાપાનના ટોક્યોમાં થનારા ઓલંપિકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કોરોનાકાળમાં ઓલંપિકના સફળ આયોજન કરાવનારી સમિતિ માટે પણ મોટી ચેલેન્જ છે. ઓલંપિક પરંપરા અનુસાર રમતમાં ભાગ લેનારા ખેલાડીઓને રમત ગામમાં રહેવા દરમિયાન મફતમાં કોન્ડોમ આપવામાં આવશે. આ સંખ્યા 1.60 લાખથી વધારે છે. જોકે આ વખતે એક મોટી સમસ્યા છે.આયોજકો રમતવીરોને ઊભા કરાયેલા ખેલકુંભ ગામમાં કોન્ડોમના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આયોજન સમિતિએ જાહેરાત કરી છે કે ખેલાડી આ કન્ડોમને યાદગીરી રૂપે ઘરે લઈ જઈ શકે છે. ઘરેલુ જમીન પર પહોંચ્યા પછી જ તેનો ઉપયોગ કરી શકશે.આયોજન સમિતિએ આ નિર્ણય એટલા માટે લીધો છે કે કોન્ડોમ હોવાથી ખેલાડી કોઈપણ વ્યક્તિના સંપર્કમાં આવી શકે છે. કોરોના મહામારીના આ દોરમાં તેમણે આનાથી રોકવાના છે. સમિતિએ કહ્યું કે અમારો ઈરાદો અને લક્ષ્ય એ છે કે ખેલાડી રમતગામમાં તેનો ઉપયોગ નહીં કરી શકે. આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિએ સુરક્ષિત યૌન સંબંધ અને એચઆઈવી રોકથામને પ્રોત્સાહનના ઉદ્દેશ્યથી 1988માં રમતમાં કન્ડોમ આપવાની પ્રથા ચાલુ કરી હતી. જો કે ગત ઓલંપિકના મુકાબલવે આ વખતે ઓછા કન્ડોમ વિતરણ કરવામાં આવશે. રિયો ઓલંપિક દરમિયાન સમિતિએ 4.50 લાખ કન્ડોમ આપ્યા હતા. 2021 ઓલંપિકમાં ભાગ લેનારા લગભગ 11,000 ખેલાડીઓમાંથી પ્રત્યેક માટે લગભગ 14 જેટલા કન્ડોમ છે. જૂના નિયમ અને પરંપરા કોવિડ 19 પહેલા હતા. હવે આયોજકો એક વૈશ્વિક સ્વાસ્થ્ય અભિયાનના ભાગ રૂપે એથલિટને એકબીજાને સ્પર્શવાથી બચવા માટે કહી રહ્યા છે. સમિતિએ પોતાના કન્ડોમ કાર્યક્રમમની જાહેરાત કરતાં 33 પાનાની એક બુકલેટ જારી કરી છે. એમાં એથલિટને શારીરિક સંપર્ક ઓછા કરવાને માટે પ્રોત્સાહિત કરાયા છે.
