રશિયામાં એક દંપતિના 21 બાળકો છે અને અત્યારે પણ બાળકો ઇચ્છે છે. 56 વર્ષિય પતિ ઇચ્છે છે કે તેના કુલ 105 બાળકો હોય.મોસ્કોમાં રહેતી ક્રિસ્ટીના ઓજતુર્ક અને તેના 56 વર્ષિય પતિ ગૈલિપની થોડાક વર્ષો પહેલા જોર્જિયામાં મુલાકાત થઈ હતી. ત્યારે ક્રિસ્ટીનાની ઉંમર માત્ર 17 વર્ષ હતી અને ત્યારે પણ તે એક બાળકની સિંગલ મધર હતી. એ મુલાકાત પછી ક્રિટીના અને ગૈલિપ વચ્ચે નિકટતા વધી અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગૈલિપ ઓજતુર્ક એક અબજપતિ બિઝનેસમેન છે તેનું પ્રોપર્ટી અને ટ્રાન્સપોર્ટનું બિઝનેસ છે. ક્રિસ્ટીનાએ છેલ્લા 10 મહિનામાં જ સરોગસીની મદદથી 10 બાળકોને જન્મ આપ્યો છે. દંપતિને સરોગસીથી પહેલો બાળક માર્ચ 2020માં થયો અને 10મો બાળક જાન્યુઆરી 2021માં થયો. દંપતિ વધુમાં વધુ બાળકો ઇચ્છે છે, તેથી તેમણે સેરોગેસીનો રસ્તો અપનાવ્યો છે. ક્રિસ્ટિનાનું કહેવુ છે કે અમે ઇચ્છીએ છીએ કે અમારા 105 બાળકો થાય, પરંતુ અમને નથી ખબર કે કેટલા થશે. જોકે અમે આટલા પર તો નહીં રોકાઇએ. બાળકોની સારસંભાળ માટે દંપતિએ એક નૈની રાખી છે, જે બાળકોના ઉંઘવાથી લઇ ઉઠવા અને તેમના ભોજન સંબંધિત તમામ જરૂરી બાબતોનું ધ્યાન રાખે છે. દંપતિ સેરોગેસી માટે એક બાળક પાછળ અંદાજે 7 લાખ રૂપિયા ખર્ચ કરે છે.
