ભારતીય સૈન્ય તેની તાકત વધારવા જઇ રહી છે. તેના હેઠળ સેના આત્મનિર્ભર જંગી સમૂહ બનાવશે. આ યૂનિટનું નામ ઇન્ટીગ્રેટેડ બેટલ ગ્રુપ (IBG) હશે. તેને જરૂરી સમયે ઝડપી તૈનાત થઇ જશે અને તેની મારક ક્ષમતા પણ વધારે હશે. આ યૂનિટ તમામ જરૂરી વિસ્ફોટ અને અન્ય વસ્તુઓથી સજજ હશે. તેના દ્વારા જરૂરિયાતન સમયે પાકિસ્તાન અને ચીનને મજબૂત ટક્કર આપવામાં મદદ મળશે.પ્રથમ ઇન્ટીગ્રેટેડ બેટલ ગ્રુપ 2022ની શરૂઆતમાં સ્થાપિત કરાશે. તેમાં 5000 જવાન હશે. ઉપરાંત આ આઈબીસીમાં ટેંક, તોપ, એર ડિફેન્સ સિસ્ટમ, સિગ્નલ એન્જીનિયર અને અન્ય જરૂરી સંસાધન ઉપલબ્ધ હશે. સૈન્ય તેની 9 કોર્પ્સ, 17 કોર્પ્સ (પાનગઢ) અને 33 કોર્પ્સ (સુકના) પહેલા 8થી 10 આઈબીનું નિર્માણ કરશે. સૈન્ય પાસે કુલ 14 કોર્પ્સ છે. તેમાં દરેકમાં 40 હજારથી 70 હજાર સૈનિક હોય છે.આ આઈબીજીની કમાન મેજર જનરલ રેંકના ઓફિસરના હાથમાં હશે. આ આઈબીસી બ્રિગેડથી મોટી હશે અને ડિવીઝન નાના હશે. બ્રિગેડમાં 3000 જવાન હોય છે, જ્યારે ડિવીઝનમાં 12 હજાર જવાન હોય ચે. એક ઓફિસરનું કહેવુ છે કે શરૂઆતના સમયમાં 8થી 10 આઈબીનું નિર્માણ કરવામાં આવશે. ત્યારબાદ કેટલાક વર્ષોમાં વધુ આઈબી બનાવવામાં આવશે. વિભિન્ન ટાસ્ક, ખતરા અને જમીની સ્થિતિ મુજબ અલગ-અલગ આઈબી બનાવવામાં આવશે.રિપોર્ટ મુજબ સૈન્ય પ્રમુખ જનરલ એમએમ નરવણેનું કહેવુ છે કે આઈબીજીનું નિર્માણ આપણી ઓપરેશનલ વિચાર પ્રક્રિયાની દિશામાં તાર્કિક પગલું છે. તેમનું કહેવું છે કે આઈબીજી સ્થાપવાની પ્રક્રિયા ચાલી રહી છે અને અમે આંતરિક ચર્ચા કરી રહ્યા છીએ કે તેને ભવિષ્યના યુદ્ધમાં કેવી રીતે બનાવવામાં આવશે.
