કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ભીષણ દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં અંદાજે 15 લોકોના મૃત્યુ થયા છે. તમને જણાવી દઇએ કે, સચેંડીમાં બસ અને લોડર વચ્ચે જોરદાર ટક્કર થઇ, જ્યારે બસ બાદમાં પલટી ગઇ. બસ કાનપુરથી અમદાવાદ જઇ રહી હતી એ જ સમયે આ દુર્ઘટના ઘટી હતી. હાલમાં ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે.
મળતી જાણકારી મુજબ, બસ શતાબ્દી ટ્રાવેલ્સની હતી, જે ખૂબ જ સ્પીડમાં હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યાં છે. કાનપુરના સચેંડીમાં થયેલી દુર્ઘટના પર સીએમ યોગી આદિત્યનાથએ શોક વ્યક્ત કર્યો છે. સીએમ યોગીએ વરિષ્ઠ અધિકારીઓને તત્કાલ ઘટનાસ્થળે પહોંચવાનો આદેશ કર્યો છે. જ્યાં શક્ય મદદ કરવાનો પણ આદેશ આપ્યો છે.