મહામારીના આ સમયમાં ફિજીકલ ફિટનેસ હોવું ખૂબ જરૂરી છે. કારણ આ ફક્ત આપના શરીરને જ ફિટ નથી રાખતુ પણ આપના મગજને પણ સાફ કરે છે. આપને ફુલ એનર્જી આપ છે. આ જ કારણ છે કે, મહિલાઓથી લઈને વૃદ્ધો સૌ કોઈ પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે. કોઈ જીમમાં પરસેવો પાડી રહ્યુ છે. કોઈ રનિંગ, વેટલિફ્ટિંગ અને યોગનો સહારો પણ લેતા હોય છે. ઘણા બધા ફિટનેસ પ્રેમી ઈંસ્ટાગ્રામ રીલ્સ પર પોતાના વર્કઆઉટના વીડિયો શેર કરતા હોય છે. શું તમે ક્યારેય સાડીમાં ગેસ સિલિન્ડર સાથે વર્કઆઉટ કરતી મહિલાને જોઈ છે.આ ક્લિપ સોશિયલ મીડિયા પર કેટલાય પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી છે. જેમાં એક મહિલા લાલ સાડીમાં ગેસ સિલિન્ડર સાથે એક્સરસાઈઝ કરતી દેખાય છે. તે ગેસ સિલિન્ડને હાથોમાં ઉપાડીને સ્ક્વોડ કરી રહી છે. જે સરળ નથી.આ ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ Shaili Chikaraનું છે. જેણે પોતાના બાયોમાં ખુદને આર્ટિસ્ટ અને ફિટનેસ કંસટેંટ ગણાવ્યો છે. જણાવી દઈએ કે, શૈલીને ઈંસ્ટા પર 2 લાખ 88 હજારથી વધારે લોકો ફોલો કરે છે.
