દેશમાં ઘાતક કોરોના વાયરસના સંક્રમણનો ઘટાડો આવ્યો છે, બીજી,તરફ (Corona Virus)ના કેસોમાં પણ ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે. બીજી તરફ સંક્રમણ ઘટતા હવે રાજ્યોમાં લાગૂ કરેલા (Lockdown) એ (Unlock) થઈ રહ્યું છે. પેસન્જરોની અછતને કારણે જે રદ કરેલી ટ્રેનો હતી તેની સેવાઓ ફરીથી શરૂ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઉત્તર પશ્ચિમ રેલ્વેએ રદ્દ કરવામાં આવેલી મુજફ્ફરપુર-અમદાવાદ-મુજફ્ફરપુર અઠવાડીયા તહેવાલ સ્પેશયલ ટ્રેનનું પુન: સંચાલન કરવાનો નિર્ણય કર્યો છે.ઉત્તર પશ્ચિમ રેલ્વેના ડેપ્યુટી જનરલ મેનેજર (જનરલ) અને મુખ્ય જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ શશી કિરણના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 05269/05270, મુઝફ્ફરપુર-અમદાવાદ-મુઝફ્ફરપુર સાપ્તાહિક તહેવારની વિશેષ ટ્રેન સેવા ફરીથી ચલાવવામાં આવી રહી છે. તેનું સંજાલન મુજફ્ફરપુરથી તારીખ 10.06.2021થી 24.06.21 (દર ગુરુવારે) તેમજ અમદાવાદથી તારીખ 12.06.2021થી 26.06.2021 (પ્રત્યેક શનિવાર) સુધી સંચાલનનું પુન શરૂ કરવામાં આવશે.રેલ્વેએ આ ટ્રેનમાં મુસાફરી કરવાવાળા મુસાફરોને આગ્રહ કર્યો છે કે તેઓ ટ્રેનના સંચાલન સંબધિત તમામ જાણકારીઓ અધિકૃત વેબસાઈટના માધ્યમથી પ્રાપ્ત કરી લે, તેઓ મુસાફરી દરમ્યાન પેસન્જરને કોવિડ-19(COVID-19) રોકવા માટે જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશોનું સખ્ત રીતે પાલ કરવું અનિવાર્ય રહેશે.
