મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સૌથી બેસ્ટ ઓપશન્સ છે. જેને ટુંકમાં SIP કહેવાય છે, મોટી સંખ્યામાં નાના રોકાણકારો SIP મારફતે મ્યુ. ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ છે.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડા મુજબ દેશમાં મ્યુ.ફંડ્સના ફોલિયોની કુલ સંખ્યા 10 કરોડના સિમાચિહ્નને વટાવી ગઇ છે અને તે મે મહિનાના અંતે 10,04,36,145 થઇ છે.
કોરોના સંકટકાળ વચ્ચે નાના રોકાણકારોમાં SIPમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ રાખ્યુ છે. મે મહિનામાં સિપ મારફતે રોકાણકારોએ 8818.90 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યુ છે જે એપ્રિલના 8596.25 કરોડના ઇનફ્લો કરતા 222.65 કરોડ રૂપિયા વધારે છે. નાના રોકાણકારોમાં સિપ મારફતે મ્યુ. ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
SIPના એક્ટિવ ફોલિયોની સંખ્યા એપ્રિલમાં 3.79 કરોડ હતી જે મે મહિનામાં વધીને 3.88 કરોડે પહોંચી ગઇ છે, આમ ગત મહિને 8.82 લાખ નવા સિપ ફોલિયો ઉમેરાયા છે. સતત નવા મૂડીપ્રવાહથી સિપ હેઠળની કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) મે મહિનાના અંતે 32,625 કરોડ રૂપિયા વધીને 4,67,366 કરોડે પહોંચી ગઇ છે જે એપ્રિલના અંતે 4,43,742 કરોડ રૂપિયા નોંધાઇ હતી.
આ સાથે સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રીઝની કુલ સંપત્તિ એટલે કે એયુએમ વાર્ષિક તુલનાએ 35 ટકાની વૃદ્ધિમાં 33,05,660 કરોડ રૂપિયાની રેકોર્ડ ઉંચાઇએ પહોંચી ગઇ છે.