ડિજીટલ પેમેન્ટનું ચલણ ઝડપથી વધી રહ્યો છે, તેની સાથે જ ઓનલાઇન સ્કેમ પણ વધી રહ્યા છે. કોરોના મહામારીમાં ઘણા લોકો ઓનલાઇન સ્કેમના શિકાર થયા છે. એરટેલ સીઈઓ ગોપાલ વિટ્ટલે તાજેતરમાં જ તમામ ટેલિકોમ ઓપરેટર્સને સાઇબર ફ્રોડથી બચવા માટે ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતુ કે વર્તમાનમાં હેકિંગ ખૂબ જ વધી છે, તેથી ઓટીપી સ્કેમથી સાવચેત રહો. સિક્યોરિટી રિસર્ચર્સ પણ કહી ચુક્યા છે કે એપ્સ દ્વારા યુઝર્સના ડેટાની ચોરી થઇ રહી છે.
ટેલિકોમ ઓપરેટર્સને હવે KYC વેરિફિકેશન સંબંધિત ઘણા મેસેજ મળી રહ્યા છે. આ મેસેજમાં સ્પષ્ટ લખેલું હોય છે કે જો યુઝર્સ કેવાઈસી પૂર્ણ નહીં કરે તો 24 કલાકની અંદર તેમનો નંબર બંધ થઇ જશે. એરટેલ, વોડાફોન અને જિયો યુઝર્સને આ પ્રકારના સૌથી વધુ મેસેજ મળી રહ્યા છે.
યુઝર્સને જે મેસેજ મળી રહ્યા છે તેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે આ મેસેજ કસ્ટમર કેર તરફથી છે અને યુઝર્સને તેમને કોલ કરવાનું રહેશે. ઘણા યુઝર્સે ટ્વીટર પર આ અંગે ટ્વીટ પણ કરી છે. યુઝર્સ સરળતાથી આ મેસેજને ઓળખી રહ્યા છે કારણ કે તેમાં મોટાભાગના સ્પેલિંગ અને બીજી ભૂલ સામેલ છે. અહીં સુધી કે કંપનીનું નામ પણ ખોટુ છે.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઝર્સને ચેતવણીના મેસેજ મોકલવાના શરૂ કરી દીધા છે. એવામાં જો તમારી પાસે આવુ કઇ પણ આવે છે, તો તેના પર ભૂલથી પણ ક્લિક ના કરતા. આ બધી લિંક ફેક હોય છે. તેથી હંમેશા સચેત રહો અને કંપનીની ઓફિશિયલ એપ અથવા કસ્ટમર કેરના નંબર પર કોલ કરી જાણકારી લેતા રહો.