1984ની ભોપાલ ગેસ દુર્ઘટનાથી આખો દેશ હાચમચી ગયો હતો. ત્યારબાદ આવી ઘટના ન બને તે માટે ઘણી તકેદારી રાખવામાં આવે છે. ભોપાલ ગેસ દુર્ઘટનાથી તંત્રએ શીખ લીધી છે. ત્યારે ભારતીય મૂળની અમેરિકન વિદ્યાર્થીનીએ ભોપાલ ગેસ દુર્ઘટનાના પ્રભાવથી પ્રેરણા લઈ પર્યાવરણને અનુકૂળ ફોમનો વિકલ્પ વિકસિત કરવા બદલ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો છે. આ વિદ્યાર્થિનીનું નામ સોહી સંજય પટેલ છે. જે ટેક્સાસ હાઈસ્કૂલની વિદ્યાર્થીની છે. જેને 2021ના વર્ચ્યુઅલ રીજેનરોલ ઇન્ટરનેશનલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ફેરમાં પેટ્રિક એચ હર્ડ સસ્ટેનેબિલીટી એવોર્ડની વિજેતા જાહેર કરાઈ હતી. આ પુરસ્કાર અમેરિકાની એનવાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સીએ એનાયત કર્યો છે. એજન્સીએ જણાવ્યું હતું કે, તેના પ્રોજેક્ટમાં પ્લાન્ટમાંથી ફ્લેમ રીટાર્ડન્ટ પોલિયુરેથીન ફોમ આપવાનો પ્રસ્તાવ છે. જેનો ઉપયોગ હાઉસિંગ ઇન્સ્યુલેશન અને અન્ય એપ્લિકેશન્સ માટે થઈ શકે છે.સોહી સંજય પટેલનો આ પ્રયાસ ભારતમાં 1984ની ભોપાલ ગેસ દુર્ઘટનાથી પ્રેરિત છે. તે સમયે પેસ્ટીસાઈડ પ્લાન્ટમાંથી 40 ટનથી વધુ મિથાઇલ આઇસોસાઈનેટ ગેસ લીક થયો હતો. પોલીયુરેથેન ફોમનું નિર્માણ કરવા માટે MIC કાચો માલ છે. જેનો ઉપયોગ ઇન્સ્યુલેશન માટે વિવિધ પ્રોડક્ટમાં કુશનિંગ સામગ્રી તરીકે થાય છે.તેના પ્રોજેક્ટને સ્કેલેબલ એન્ડ સસ્ટેનેબલ સિન્થેસિસ ઓફ એ નોવેલ, બાયો બેઝ પોલિયુરેથેન ફોમ સિસ્ટમ ઇનકોર્પોરેટિંગ ઇન્ડસ્ટ્રીયલ બાયપ્રોડક્ટ્સ એન્ડ વેસ્ટ શીર્ષક આપવામાં આવ્યું છે. જે પોલીયુરેથેન બનાવવા માટે MICને હરિત ઘટકો સાથે બદલવા પર કેન્દ્રિત છે. ખાસ કરીને તેણે પોલિયુરેથેન ફોમને વધુ ટકાઉ બનાવવા માટે નોટોક્સિક વેસ્ટ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને બે નોવેલ બાયોકેમિકલ્સ વિકસિત કર્યા છે.EPA સાયન્સ એડવાઇઝર જેનિફર ઓર્મે-જાવલેતાએ જણાવ્યું હતું કે, આ વર્ષના ISEFમાં વિદ્યાર્થી ફાઇનલિસ્ટ્સ માનવ આરોગ્ય અને પર્યાવરણને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે નોંધપાત્ર રીતે વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત (STEM)નો ઉપયોગ કરી રહ્યા છે.

Eco concept. Half sphere of earth with light side and darker side. One side is eco city, different side is empty and dry ground with mountains.