ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ સતત ઘટી રહ્યો છે તેેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર છટછાટ આપવાની તૈયારી કરી રહી છે. ગુજરાતમાં આજે ગુરુવાર 10 જૂન, 2021ના રોજ છેલ્લાં 24 કલાકમાં કોરોના સંક્રમણના 544 નવા કેસ નોંધાયા છે તો નવા 11 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તદુપરાંત 1505 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 97.23 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,96,208 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9,976 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 2 લાખ 68 હજાર 485 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 12 હજાર 711 એક્ટિવ કેસો, 316 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 12 હજાર 395 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 9,976 એ પહોંચી છે.