હવે ATMમાંથી રોકડ નાણા ઉપાડવા પર તમારે વધારે ચાર્જ ચૂકવો પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ આજે ગુરૂવારના રોજ લગભગ 9 વર્ષ બાદ ATM ટ્રાનઝેક્શન સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાની પરવાનગી આપી છે. RBI એ તમામ બેંકોને એટીએમ ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેન્જ ભાવ વધારવાની પરવાનગી આપી છે.
RBI એ જણાવ્યું કે, ‘ગ્રાહકો માટે એટીએમનો 5 વખત ફ્રીમાં ઉપયોગ કરવાની સુવિધા જળવાઇ રહેશે, પરંતુ ત્યાર બાદ બિન આર્થિક વ્યવહાર માટે 6 રૂપિયાનો ચાર્જ લાગશે. આ સાથે નાણાંકીય લેણદેણ એટલે કે, નાણાં ઉપાડવા માટે લાગતો ખર્ચ 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લગભગ 9 વર્ષ બાદ એટીએમ લેણદેણ માટે ઇન્ટરચેન્જ ખર્ચ સંરચનામાં વધારો કરવાની પરવાનગી આપી છે. દેશભરમાં એટીએમની તૈનાતીમાં વધતો ખર્ચ અને બેંકો દ્વારા એટીએમ જાળવણીનો ખર્ચ જોતા બેંકોને હવે વધારે ખર્ચ લેવાની પરવાનગી આપી છે.
ગુરુવારે મળેલા અહેવાલો અનુસાર, આરબીઆઈએ એટીએમમાંથી નાણાંકીય વ્યવહાર માટે ટ્રાન્ઝેક્શન દીઠ ઇન્ટરચેંજ ફી 15 થી વધારીને 17 રૂપિયા કરી દીધી છે અને 1 ઓગસ્ટ, 2021 થી બિન-નાણાંકીય ટ્રાન્ઝેક્શન માટે રૂ. 5થી રૂ. 6 કરી દેવાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 જાન્યુઆરી, 2022 થી બેંકોને ગ્રાહક ચાર્જ તરીકે ગ્રાહકો પાસેથી 21 રૂપિયા વસૂલવાની મંજૂરી આપવામાં આવી છે. હાલમાં બેંકોને આ માટે વધુમાં વધુ 20 રૂપિયા સુધી ચાર્જ વસૂલવાની છૂટ છે.
એટીએમ ઇન્ટરચેંજ ચાર્જ શું છે, ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે તમે એસબીઆઈના ગ્રાહક છો અને તમારા એસબીઆઇ કાર્ડનો ઉપયોગ કરીને પંજાબ નેશનલ બેંક (પીએનબી) એટીએમમાંથી પૈસા ઉપાડો છો. તો આવી સ્થિતિમાં એસબીઆઇ તેના ગ્રાહક દ્વારા ઉપયોગમાં લેવાતા એટીએમ મશીન એટલે કે પીએનબી દ્વારા બેંકને ચોક્કસ ફી ચૂકવે છે. આને એટીએમ ઇન્ટરચેંજ ફી કહેવામાં આવે છે.
ગ્રાહકોએ હવે અન્ય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવાનું મોંઘુ થશે. જો કે, આરબીઆઈના જણાવ્યાં અનુસાર, ગ્રાહકો તેમની બેંકના એટીએમથી દર મહિને મફત નાણાંકીય અથવા બિન-નાણાંકીય માટે યોગ્ય છે. આ સાથે તેઓ અન્ય બેંકના એટીએમથી મેટ્રો શહેરોમાં 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 વ્યવહાર માટે યોગ્ય છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, મફત ટ્રાંઝેક્શન ઉપરાંત બેન્કો ગ્રાહક ચાર્જના નામે વધુમાં વધુ 20 રૂપિયા ચાર્જ કરી શકે છે. નવા વર્ષથી તેમાં 1 રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.