શું તમારી રીલ્સ ફીડ પણ થઈ ગઈ છે ખરાબ? આ રીતે મેળવો નવું અને ફ્રેશ કન્ટેન્ટ
Instagram આપણા રોજિંદા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયું છે. આપણે જાગીએ છીએ ત્યારથી લઈને સૂઈએ ત્યાં સુધી, આપણામાંથી મોટાભાગના લોકો Reels દ્વારા સ્ક્રોલ કરવામાં કલાકો વિતાવે છે. Instagram નું અલ્ગોરિધમ આપણી રુચિઓને સમજે છે અને આપણી પસંદગીઓ સાથે મેળ ખાતા વિડિઓઝ પીરસે છે. જો કે, એવા સમયે આવે છે જ્યારે આપણી ફીડ કંટાળાજનક, નકામી અથવા અપ્રસ્તુત સામગ્રીથી ભરેલી હોય છે જેને જોવામાં આપણને બિલકુલ રસ નથી.
જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે અને તમારી રીલ્સ ફીડ પૂરી રીતે ખરાબ થઈ ચૂકી છે, તો હવે પરેશાન થવાની બિલકુલ જરૂર નથી. તમે ખૂબ જ આસાનીથી તમારા ઇન્સ્ટાગ્રામ રીલ્સ આલ્ગોરિધમને રીસેટ (Reset) કરી શકો છો અને એક નવું, ફ્રેશ અને તમારી પસંદગીનું ફીડ મેળવી શકો છો. ચાલો જાણીએ કે તમે આ કેવી રીતે કરી શકો છો.
શા માટે ખરાબ થઈ જાય છે તમારી રીલ્સ ફીડ?
જ્યારે આપણે કોઈ વીડિયો આખો જોઈએ છીએ, તેના પર લાઇક કરીએ છીએ અથવા કોઈ અજીબોગરીબ ટ્રેન્ડ પર થોડીવાર માટે પણ રોકાઈ જઈએ છીએ, ત્યારે ઇન્સ્ટાગ્રામનું આલ્ગોરિધમ એવું માની લે છે કે તમને આ પ્રકારનું કન્ટેન્ટ ગમે છે. આ પછી તે સતત તેવા જ વીડિયો તમને બતાવવા લાગે છે. ઘણીવાર મિત્રોના ફોનમાંથી કંઈક જોવાથી અથવા કોઈ રેન્ડમ વીડિયો પર ક્લિક કરવાથી પણ આખું આલ્ગોરિધમ ટ્રેક પરથી ઉતરી જાય છે. આવા સંજોગોમાં જૂના અને બોરિંગ કન્ટેન્ટથી છુટકારો મેળવવા માટે ફીડને રીસેટ કરવું જ એકમાત્ર ઉપાય બચે છે.
ઇન્સ્ટાગ્રામ રીલ્સ આલ્ગોરિધમને રીસેટ કરવાના આસાન સ્ટેપ્સ
જો તમે તમારા ઇન્સ્ટાગ્રામના અનુભવને ફરીથી શ્રેષ્ઠ બનાવવા માંગો છો, તો નીચે આપેલી આ આસાન રીતો અપનાવી શકો છો:
1. ‘Not Interested’ વિકલ્પનો ઉપયોગ કરો
આ ઇન્સ્ટાગ્રામ આલ્ગોરિધમને શીખવવાની સૌથી ઉત્તમ રીત છે કે તમારે શું નથી જોવું.
-
જ્યારે પણ તમારી સામે કોઈ એવો વીડિયો આવે જે તમને ન ગમે, તો રીલ્સની ઉપર આપેેલા ત્રણ ડોટ (Three Dots) અથવા મેનૂ પર ક્લિક કરો.
-
ત્યાં તમને ‘Not Interested’ (રસ નથી) નો ઓપ્શન મળશે, તેના પર ટેપ કરી દો.
-
આમ કરવાથી, I=ઇન્સ્ટાગ્રામ સમજી જશે કે તમે ભવિષ્યમાં આ પ્રકારના વીડિયો જોવા માંગતા નથી અને તે ધીમે-ધીમે આવા કન્ટેન્ટને તમારા ફીડમાંથી હટાવી દેશે.
2. સર્ચ હિસ્ટ્રી (Search History) સાફ કરો
ઇન્સ્ટાગ્રામ તમારી સર્ચ હિસ્ટ્રીના આધારે પણ તમને રીલ્સ અને પોસ્ટ્સ રિકમેન્ડ કરે છે. જૂની અથવા બેકાર સર્ચ હિસ્ટ્રીને ડિલીટ કરવી ખૂબ જ જરૂરી છે.
-
તમારી પ્રોફાઇલ પર જાઓ અને ઉપર આપેલી ત્રણ હોરિઝોન્ટલ લાઈન્સ (Settings) પર ક્લિક કરો.
-
આના પછી ‘Your Activity’ (તમારી પ્રવૃત્તિ) ના વિકલ્પ પર જાઓ.
-
અહીં તમને ‘Recent Searches’ (તાજેતરની શોધો) નો ઓપ્શન મળશે.
-
આના પર ક્લિક કરીને તમે તમારી બધી જૂની સર્ચ હિસ્ટ્રીને ‘Clear All’ કરી શકો છો.
3. તે એકાઉન્ટ્સને અનફલો કરો જે હવે પસંદ નથી
ઘણીવાર આપણે એવા લોકો કે પેજને ફોલો કરી ચૂક્યા હોઈએ છીએ જેનું કન્ટેન્ટ હવે આપણા કોઈ કામનું નથી હોતું અથવા આપણને બોરિંગ લાગે છે.
-
તમારી ફોલોઈંગ લિસ્ટમાં જાઓ અને તે પ્રોફાઇલ્સ, મીમ પેજીસ અથવા ક્રિએટર્સને Unfollow કરી દો જેનું કન્ટેન્ટ હવે તમને આકર્ષિત નથી કરતું.
-
તમે ઈચ્છો તો તે એકાઉન્ટ્સની પોસ્ટ કે રીલ્સને Mute પણ કરી શકો છો, જેથી તે તમારા ફીડ પર નજરે ન પડે.
4. તમારા લાઈક્સ અને કોમેન્ટ્સની હિસ્ટ્રી રીસેટ કરો
તમે ભૂતકાળમાં જે રીલ્સને લાઈક કે કોમેન્ટ કરી છે, આલ્ગોરિધમ તેને આધાર બનાવીને તેવા જ વીડિયો આગળ પણ બતાવે છે.
-
‘Your Activity’ સેક્શનમાં જ તમને ‘Likes’ અને ‘Comments’ નો વિકલ્પ મળશે.
-
ત્યાં જઈને તમે જૂના વીડિયો પરથી તમારા લાઈક્સ હટાવી શકો છો અથવા કોમેન્ટ્સ ડિલીટ કરી શકો છો. આનાથી આલ્ગોરિધમનો જૂનો ડેટા રીસેટ થવામાં મદદ મળે છે.
ફ્રેશ ફીડ મળ્યા પછી શું કરવું?
એકવાર જ્યારે તમે આ સ્ટેપ્સને ફોલો કરીને તમારા આલ્ગોરિધમને રીસેટ કરી લો, તો ઇન્સ્ટાગ્રામને એક નવો સંકેત આપો. હવે તમે તમારી પસંદગીના સારા, માહિતીપ્રદ, શૈક્ષણિક કે મનોરંજક વીડિયોને પૂરા જુઓ, લાઈક કરો અને સેવ કરો. આનાથી ઇન્સ્ટાગ્રામનું નવું આલ્ગોરિધમ તમારી પસંદગીને ઝડપથી સમજી જશે અને તમારી રીલ્સ ફીડ બિલકુલ ફ્રેશ અને મસ્તીભરી થઈ જશે.