કોરોના મહામારીમાં લોકોને આર્થિક મદદ કરવા માટે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI એ આજે ’kavach personal loan’ ને લોન્ચ કરી છે. તેનો ફાયદો માત્ર કોરોનાના દર્દીઓ પોતાના અને પોતાના પરિવારજનોની સારવાર માટે લઈ શકે છે. આ પર્સનલ લોન 5 લાખ સુધીની હોઇ શકે છે અને વ્યાજ દર ફક્ત 8.5% હશે.
કવચ પર્સનલ લોન એસ.બી.આઇ.ના પ્રમુખ દિનેશ ખારાએ લોન્ચ કરી છે. આ લોન 25 હજારથી 5 લાખ સુધીની હશે અને લોનની મુદત 5 વર્ષની હોઈ શકે છે. વ્યાજ દર ફક્ત 8.5 ટકા રહેશે. તેમાં ત્રણ મહિનાની મુદત પણ શામેલ છે. મુદત અવધિ દરમિયાન ઇએમઆઈ જમા નહીં કરવા બદલ બેંક તમારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરે.
આ લોન કોલેટ્રેલ ફ્રી હશે. મતલબ એવો છે કે બેન્ક આ લોનના બદલે કંઈ ઉધાર નહીં માંગે, પર્સનલ લોનની કેટેગરીમાં આ સૌથી સસ્તુ પ્રોડક્ટ છે. બેન્કે જણાવ્યું કે આ સ્કિમ અંતર્ગત કોરોનાની સારવાર પર જો તમે પહોલા કંઈ ખર્ચ કરો છો અને તેનું રિવર્સમેન્ટ લો છો તો તે પણ શામેલ થશે. આ મામલે પર દિનેશ ખારાએ જણાવ્યું કે જે લોકો કોરોનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. તેમની આર્થિક મદદમાટે આ લોનની શરૂઆત કરવામાં આવી છે.
આ લોન સેલરીડ અને નોન સેલરીડ બન્નેને ખાનગી રીતે ઉપલબ્ધ રહેશે. બેન્કિંગ એક્સપર્ટ અશ્વિની રાણાએ જણાવ્યું કે આવી લોન માટે આવેદન ઓફલાઈન કરવામાં આવે છે. આ સુવિધા હાલમાંતો ઓનલાઈન ઉપલ્બધ નથી. પરંતુ જો કોઈ આ લોન લેવા ઈચ્છે તો તેના માટે બેન્ક બ્રાન્ચમાં જઈને સંપર્ક કરવો પડશે.