ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, એશિયન લીજન્ડ્સ લીગમાં રવિવારે થશે સામસામે

3 Min Read

એશિયન લિજેન્ડ્સ લીગ 2026: રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલાશે મહામુકાબલો

ક્રિકેટના મેદાન પર જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને હોય છે, ત્યારે રમતપ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી જતો હોય છે. હવે ક્રિકેટ ફેન્સ માટે ફરી એકવાર આ રોમાંચક મુકાબલો જોવાની સુવર્ણ તક આવી ગઈ છે. એશિયન લિજેન્ડ્સ લીગ 2026 માં રવિવાર, 2 ઓગસ્ટના રોજ ઇન્ડિયા રોયલ્સ અને પાકિસ્તાન પેન્થર્સ વચ્ચે હાઇ-વોલ્ટેજ મેચ રમાશે. આ પૂર્વ આંતરરાષ્ટ્રીય દિગ્ગજોનો મુકાબલો હોવા છતાં, ચાહકોમાં તેનો ક્રેઝ આંતરરાષ્ટ્રીય મેચ જેવો જ જોવા મળી રહ્યો છે.

છ ટીમો વચ્ચે રમાઈ રહી છે ટૂર્નામેન્ટ

એશિયન લિજેન્ડ્સ લીગની આ આવૃત્તિમાં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે. ટૂર્નામેન્ટની શરૂઆત ગુરુવાર, 30 જુલાઈના રોજ થઈ હતી, જેમાં પ્રથમ મેચમાં શ્રીલંકા લાયન્સે અફઘાનિસ્તાન પઠાણોને 15 રનથી પરાજય આપ્યો હતો.

- Advertisement -

ind.jpg

શુક્રવાર, 31 જુલાઈના રોજ પાકિસ્તાન પેન્થર્સ અને એશિયન સ્ટાર્સ વચ્ચે મેચ આયોજિત કરવામાં આવી છે. આ એશિયન સ્ટાર્સ ટીમમાં શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ તિલકરત્ને દિલશાન સાથે ભારતના સૌરભ તિવારી, અંકિત રાજપૂત અને રોબિન ઉથપ્પા જેવા ખેલાડીઓ પણ મેદાનમાં ઉતરશે.

- Advertisement -

શિખર ધવનના નેતૃત્વમાં ઇન્ડિયા રોયલ્સ આજે ઉતરશે મેદાનમાં

ઇન્ડિયા રોયલ્સની ટીમ આજે, 31 જુલાઈના રોજ સાંજે 5:00 વાગ્યે બાંગ્લાદેશ ટાઇગર્સ સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમનું નેતૃત્વ અનુભવી ઓપનર શિખર ધવન કરી રહ્યા છે. ઇન્ડિયા રોયલ્સની ટીમમાં ભૂતપૂર્વ ભારતીય સ્ટાર ખેલાડીઓની મોટી ફોજ સામેલ છે, જે ટૂર્નામેન્ટમાં દમદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે.

ટીમમાં સુરેશ રૈના, અંબાતી રાયડુ, યુસુફ પઠાણ, દિનેશ કાર્તિક અને હરભજન સિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો વિશાળ અનુભવ છે, જેના કારણે ઇન્ડિયા રોયલ્સને ટૂર્નામેન્ટ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

પાકિસ્તાન પેન્થર્સમાં પણ અનુભવી ખેલાડીઓનો જમાવડો

બીજી તરફ, પાકિસ્તાન પેન્થર્સની ટીમનું સુકાન મોહમ્મદ હાફીઝના હાથમાં છે. આ ટીમમાં શરજીલ ખાન, ઉમર અકમલ, શોએબ મલિક, કામરાન અકમલ, સોહેલ તનવીર, વહાબ રિયાઝ અને સઈદ અજમલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓ ભૂતકાળમાં ભારત સામે ઘણી આંતરરાષ્ટ્રીય મેચો રમી ચૂક્યા છે, તેથી રવિવારે રમાનારી ઇન્ડિયા રોયલ્સ સામેની મેચ ખૂબ જ રસપ્રદ બની રહેશે.

- Advertisement -

ind0.jpg

બંને ટીમોની સંપૂર્ણ સ્કવોડ

ઇન્ડિયન રોયલ્સ: શિખર ધવન (કેપ્ટન), નમન ઓઝા (વિકેટ-કીપર), અંબાતી રાયડુ, સુરેશ રૈના, યુસુફ પઠાણ, દિનેશ કાર્તિક, સ્ટુઅર્ટ બિન્ની, શાહબાઝ નદીમ, હરભજન સિંહ, પવન નેગી, મનપ્રીત ગોની, ઋષિ ધવન, સુદીપ ત્યાગી, પ્રવીણ તાંબે, શૌર્ય સિંહ, અસદ પઠાણ, સરુલ કંવર, ઈશ્વર પાંડે, રાઘવ ધવન, સુબોધ ભાટી.

પાકિસ્તાન પેન્થર્સ: મોહમ્મદ હાફીઝ (કેપ્ટન), શરજીલ ખાન, ઉમર અકમલ, શોએબ મલિક, કામરાન અકમલ (વિકેટ-કીપર), ઈમરાન નઝીર, સામી અસલમ, અબ્દુર રહેમાન, સોહેલ તનવીર, વહાબ રિયાઝ, સઈદ અજમલ, રાણા નાવેદ-ઉલ-હસન, મોહમ્મદ ઈરફાન, યાસિર અલી, રાવર શાહ, યાસીર શાહ.

Share This Article